પાણીની વિકટ સમસ્યા:તળાજા તાલુકામાં પાણી પ્રશ્ને ધારાસભ્યની આંદોલનની ચિમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઇને તળાજા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પાણી પુરવઠા મંત્રીને જરૂરીયાત મુજબ પુરતુ પાણી મળી રહે તે માટે કાર્યવાહી કરવા રજુઆત કરી છે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે આંદોલન કરવાની ચિમકી પણ આપી છે.

ધારાસભ્ય કનુભાઇએ રજુઆતમાં જણાવ્યું હતું કે મારા મતવિસ્તાર તળાજા તાલુકાના મોટાભાગના ગામોને 20-25 કે એક મહિને પીવાનુ પાણી મળે છે જે ખરેખર એકાંતરે મળવુ જોઇએ.તળાજા વિસ્તારને પીવાનુ પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા સુધારણા યોજનાને 14 એમએલડી પાણી મળે છે ખરેખર પ્રતિ વ્યકિતને 100 લિટર પાણી આપવાના નિયમ મુજબ 95 ગામોની 2.77.572 જેટલી વસતિ છે

ત્યારે 27.76 એમએલડી પાણી મળવુ જોઇએ પણ લોકોને નિયમિત અને પુરતું પાણી મળતું નથી. તાલુકાના ગામોને પુરતુ પાણી મળી રહે તે માટે કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે. તાલુકાના ગામોને જો આગામી સપ્તાહથી નિયમિત રીતે પુરતુ પાણી નહી મળે તો ગ્રામજનોને સાથે રાખી તળાજા પ્રાંત કચેરીએ ઉપવાસ આંદોલન કરવાની પાણી પુરવઠા મંત્રીને ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...