તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીદાર ભાવનગર:સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો ભાવનગર જિલ્લામાં સંગ્રહ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌરાષ્ટ્રના કુલ જળસંગ્રહના 37.36 ટકા પાણીનો એકલા ભાવનગરના ડેમોમાં સંગ્રહ
  • સૌરાષ્ટ્રના જળાશયોમાં કુલ 663 MCM પાણીનો સંગ્રહ તે પૈકી ભાવનગર જિલ્લામાં 248 MCM જળસંગ્રહ

એક સમયે ભાવનગર દુષ્કાળીયો જિલ્લો ગણાતું અને જળાશયોમાં પાણીની કાયમી અછત રહેતી પણ હવે સ્થિતિ બદલાઇ છે અને આ વર્ષે તૌકતે વાવાઝ?ડામાં ભાવનગરમાં 2થસ 8 ઇંચ વરસાદ વરસી જતા જળાશયોમાં 60 ટકા જેવો પાણીનો સંગ્રહ હાલ છે. હવે જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો ભાવનગર જિલ્લામાં સંગ્રહ થયેલો છે. સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયોમાં કુલ 663 મિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 248 મિલિયન ક્યુબિક મીટર જળસંગ્રહ , સમગ્ર સૌરાષ્ટ્રના કુલ જળસંગ્રહના 37.36 ટકા પાણીનો એકલા ભાવનગરના ડેમોમાં સંગ્રહ થયેલો છે.

ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં સંતોષકારક કહી શકાય તેટલા પ્રમાણમાં જળસંગ્રહ થયેલો છે. સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે તેમાં 28.1 ફૂટ જેટલું પાણી છે. જે ભાવનગર શહેર માટે એક વર્ષથી વધુ ચાલે તે માટે પર્યાપ્ત છે. અન્ય જળાશયોમાં પણ જળસંગ્રહ થયેલો છે. સમગ્ર રાજ્ય કે સૌરાષ્ટ્રમાં આવેલા ડેમોમાં પાણીનો જથ્થો હાલ અપૂરતો હોવાની બૂમ છે. ત્યારે ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટરની છે અને તે પૈકી હાલ 247.79 મિલિયન ક્યુબિક મીટર પાણનો સંગ્રહ થયો હોય કુલ સંગ્રહ ક્ષમતાના 60.24 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

શેત્રુંજી ડેમમાં 64.53 ટકા પાણી સંગ્રહ
શેત્રૂંજી ડેમમાં પાણીનો જિવંત જથ્થો 299.90 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે આજ સુધીમાં લાઇવ સંગ્રહ જથ્થો 190.42 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કે ડેમમાં કુલ સંગ્રહના 64.53% પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

ભાવનગરના મુખ્ય 12 જળાશયોમાં હાલની સ્થિતિ
જળાશયસંગ્રહ ક્ષમતાહાલ સંગ્રહટકાવારી
શેત્રુંજી299.90 MCM190.42 MCM64.53%
રજાવળ25.84 MCM8.00 MCM36.76%
ખારો11.84 MCM9.31 MCM79.33%
માલણ11.44 MCM4.69 MCM41.04%
રંઘોળા36.81 MCM20.15MCM54.75%
લાખણકા3.68 MCM0.87 MCM23.77%
હમીરપરા1.93 MCM0.00 MCM2.38%
હણોલ5.43 MCM3.00 MCM56.65%
પીંગળી1.84 MCM1.45 MCM81.29%
બગડ9.66 MCM4.71 MCM55.72
રોજકી9.13 MCM5.03 MCM55.56%
જસપરા માંડવા3.18 MCM0.15 MCM18.49%
(* MCM- મિલિયન ક્યુબિક મીટર)
અન્ય સમાચારો પણ છે...