રસીકરણ:જેસરમાં સૌથી વધુ પ્રથમ જ્યારે સિહોરમાં સૌથી વધુ લોકોએ લીધા દ્વિતીય રસીના ડોઝ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગર શહેરમાં વધુ 49 હજાર લોકોને કોરોના વિરૂદ્ધ રસી આપ્યા બાદ રસીકરણ ટાર્ગેટ પૂર્ણ થઈ જશે

ભાવનગરમાં હાલ રસીકરણ પુર ઝડપે શરૂ છે ત્યારે મોટાભાગ નાં તાલુકાઓમાં પ્રથમ ડોઝ ની ટકાવારી 70થી ઉપર જ્યારે દ્વિતીય ડોઝ ની ટકાવારી 25 થી વધારે પહોંચી ચૂકી છે. હાલમાં ભાવનગર માં પણ 1 લાખ 6 હજાર નાં ટાર્ગેટ સામે 93 ટકા લોકો પ્રથમ ડોઝ અને 59.9 ટકા લોકો દ્વિતીય ડોઝ લઈ ચૂક્યા છે. તાલુકામાં રસીકરણ ની વાત કરીએ તો સૌથી વધારે જેસર માં પ્રથમ ડોઝ જ્યારે સૌથી વધુ સિહોર માં દ્વિતીય ડોઝ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થતિ ને ધ્યાન માં લઈને નવરાત્રી પહેલાં રસીકરણ ની કામગીરી પૂર્ણ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ભાવનગર શહેર માં રોજિંદા 4000 થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેર માં અત્યાર સુધી 3 લાખ 89 હજાર લોકો પ્રથમ ડોઝ અને 2 લાખ 17 હજાર લોકો દ્વિતીય ડોઝ લઈ ચૂક્યા છે. જે જગ્યા પર મજૂર વર્ગ ની હાજરી હોય ત્યાં રાત્રિ દરમિયાન કેમ્પ કરીને પણ રસીકરણ કરવામાં આવે છે. આમ જેસરમાં 53705ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ 95.5 ટકા, દ્વિતિય ડોઝ 27.2 ટકા જ્યારે સિહોરમાં 167893 ટાર્ગેટ સામે પ્રથમ ડોઝમાં 77 ટકા અને દ્વિતીય ડોઝમાં 53.7 ટકા રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...