ગરમીનો પ્રકોપ:41.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમીનું મોજું યથાવત રહ્યું, 12 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ​​​​​​​ભાવનગરમાં લઘુતમ ઉષ્ણતામાન 29 ડિગ્રીને આંબતા રાત્રે પણ ગરમીમાંથી રાહત ન મળી

ભાવનગર શહેરમાં બે દિવસથી ગરમીનું મોજુ તીવ્ર બન્યું છે અને તાપમાન વધી રહ્યું છે. દરિયાઈ ભેજવાળા પવન બંધ થયા છે અને ઉત્તર-પશ્ચિમના ગરમ પવન ફૂંકાવાનો આરંભ થતા ભાવનગરમાં આજે બપોરે મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સાથે 12 કિલોમીટરની ઝડપે ગરમ પવન પણ ફૂંકાયો હતો. આમ મે મહિનાના બીજા સપ્તાહમાં આરંભથી જ ગરમીનો પ્રકોપ વધ્યો છે.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તે આજે નજીવું વધીને 41.8 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. જ્યારે શહેરમાં 24 કલાક અગાઉ લઘુતમ ઉષ્ણતામાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તે ચોવીસ કલાક બાદ 1.2 ડિગ્રી વધીને 28.9 ડિગ્રી સેન્ટિગ્રેડ થતાં રાત્રે પણ ઉકળાટ વઘ્યો છે.

શહેરમાં ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ 28% હતું તે આજે વધીને 31 ટકા થતાં બફારો વધ્યો હતો. જોકે પવનની ઝડપ ગઈકાલે 20 કિલોમીટર હતી તે આજે ઘટીને 12 કિલોમીટર થઈ ગઈ હતી આમ છતાં સાંજના સમયે ગરમ પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળી ન હતી. લોકો દિવસ દરમિયાન બફારાથી અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...