હવામાન:39 ડિગ્રી સાથે 26 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાતા ગરમી વધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લઘુત્તમ ઉષ્ણતામાન 23 ડિગ્રી થઇ ગયુ : રાત્રે તાપમાનમાં ઘટાડો
  • હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા હોય બપોરે અસહ્ય બફારો અનુભવાયો

ભાવનગર શહેરમાં છેલ્લાં ચારેક દિવસથી હવામાં ભેજનું પ્રમાણ વધુ નોંધાય છે. તેમાં આજે બપોરે મહત્તમ તાપમાનો પારો વધીને 39 ડિગ્રી સેન્ટીગ્રેડે આંબતા અને સાથે 26 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ તેમજ હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા હોય શહેરીજનોએ તાપમાન 39 ડિગ્રી હોય પણ નગરજનોને 41 ડિગ્રી તાપમાન હોય તેવો અનુભવ લૂ અને ભેજ ભળતા થયો હતો. શહેરમાં રાત્રે ઉષ્ણતામાન ઘટીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 39 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે રાત્રે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી ઘટીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આમ, રાત્રે તાપમાનમાં સતત ઘટાડો થતો જાય છે. શહેરમાં ગઇ કાલે પવનની મહત્તમ ઝડપ 30 કિલોમીટર હતી તે આજે ઘટીને 26 કિલોમીટર થઇ હતી. આથી આજે પણ પવનના સૂસવાટા સાંજે ફૂંકાયા હતા. તો હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 50 ટકા હતુ તે આજે સાંજે 40 ટકા નોંધાયું હતુ.

રાત્રે ઘટતું જતું તાપમાન

તારીખ

રાત્રે તાપમાન

16 એપ્રિલ

23.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

15 એપ્રિલ

24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ

14 એપ્રિલ

25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...