આરોગ્યકર્મીઓની હડતાળનો 32મો દિવસ:પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓએ ભાવનગરમાં એક દિવસના ધરણા યોજ્યા

ભાવનગર20 દિવસ પહેલા
  • ગુજરાતના 33 જિલ્લામાંથી 6 થી 7 હજાર કર્મચારીઓ ઘરણાંમાં જોડાયા​​​​​​​

ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેની હડતાલના 32 માં દિવસે ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 6 થી 7 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે ત્યારે આજે શહેરના જવાહર મેદાન ખાતે એક દિવસે ધરણા તેમજ રેલી યોજી હતી.

ત્રણ માગો આંશિક સ્વીકારી છે પણ જ્યાં સુધી ઠરાવ ન આપે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે
સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલ હડતાલ કરવામાં આવી છે. જે હડતાલનું મુખ્ય કારણ તેઓની મુખ્યત્વે ત્રણ માંગ પૂરી કરવા સરકાર પાસે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમજ વારંવાર થયેલી હડતાલને પગલે આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા સરકાર સાથે ચાર વખત બેઠક પણ યોજવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈ હલ ના આવતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તારીખ 8 ઓગેસ્ટથી ફરી હડતાલ શરૂ કરી હતી. MPHW, FHW, MPHS અને FHS વિભાગના ભાઈઓ અને બહેનો આ હડતાલમાં જોડાયા હતા, આરોગ્ય કર્મચારીઓની માંગો સરકાર દ્રારા આંશિક રીતે સ્વીકારી લીધી છે.

છેલ્લા 32 દિવસથી ચાલી રહેલી હડતાલ
છેલ્લા 32 દિવસથી ચાલી રહેલી હડતાલ છતાં સરકાર સાથે નિષ્ફળ ગયેલી બેઠકને લઈને આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રોજ અનેકવિધ કાર્યક્રમો હડતાલના ભાગરૂપે આપવામાં આવે છે. ત્યારે આજરોજ હડતાલના 32મા દિવસે કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ પૂરી કરી અને પોતાનો જીવ ગુમાવનાર આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી તેના પરિવારને સંતત્વના પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે
આ હડતાલ અંતર્ગત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી દ્રારા જણાવ્યું હતું કે સરકાર પાસે અમારી ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકારી લીધી છે પણ જ્યાં સુધી સરકાર દ્રારા અમને ઠરાવ કરી ને નહીં આપે ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે, અને જો વહેલી તકે નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મીઓ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ સમગ્ર ગુજરાત માંથી આરોગ્યના ચાર કેડેરોના કર્મચારીઓ એક દિવસીય ધરણાં કરવા ભાવનગર જવાહર મેદાન ખાતે એકત્રિત થઈ રેલી યોજી કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...