હેલ્થ સ્ક્રિનિંગ:શાકભાજી અને ફળ વેચતા ફેરિયાની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 13 આરોગ્ય કેન્દ્રો ખાતે વ્યવસ્થા કરાઈ
  • આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ક્રિનિંગ કરાવી હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે અને દર 14 દિવસે તેને પુનઃ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે

ભાવનગર શહેરમાં કોરોનાની મહામારી ના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે શહેરમાં શાકભાજી તથા કઠોળનું વેચાણ કરતા ફેરિયાઓ નું હેલ્થ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાકભાજી તથા ફળો નું વેચાણ કરતા દરેક ફેરિયાઓ એ આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ક્રિનિંગ કરાવી હેલ્થ કાર્ડ મેળવી લેવાનું રહેશે અને દર 14 દિવસે તેનું પુનઃ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. આ અંગે નજીકના પીએચસી પર ઓફિસના કામકાજના દિવસો દરમ્યાન સવારે 9થી બપોરના 1 સુધીમાં ફોન કરી તારીખ અને સમય મેળવી સાંજે 4 થી 6 દરમિયાન ઉપસ્થિત થવાનું રહેશે.બે પાસપોર્ટ સાઇઝના ફોટા તથા આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે ફેરિયાઓએ ફરજિયાત હેલ્થ કાર્ડ મેળવવાનું રહેશે.

આ માટે આરોગ્ય કેન્દ્ર નિયત કરાયા છે તેમાં આખલોલ જકાતનાકા ચિત્રા ફુલસર મોં.નં‌ 7984610858. ભરતનગર, મારુતિ આરોગ્યધામ નંબરના બસ સ્ટેન્ડ પાછળ ફોન નં.0278-2566830. હલુરીયા ચોકની સોની જ્ઞાતિની વાડી ભીલવાડા મોં.નં. 9712899022. બોરડીગેટ ડોક્ટર જોગદીયાના દવાખાનાની બાજુમાં મો.નં. 9638251878. બોર તળાવ સરિતા સોસાયટી. ફો.નં.0278-2444145 કાળિયાબીડની કેપીઇએસસ્કૂલ વાળો ખાંચો ફોન નં.0278-2566642. કણબીવાડ જુના બંબાવાળી શેરી ફોન નં. 0278-2516168. કરચલીયાપરા વાલગેટ પોલીસ ગેટ પાસે મોં.નં. 8980315144. કુંભારવાડા સર્કલ પાસે પોલીસ ચોકી સામેનો ખાંચો નારી મોં.નં. 9173187399. ન્યુ કુંભારવાડા, શીતળા માતાની દેરી પાસે, ખોડલ ચોક ફોન નં. 0278-2437400. પ્રભુદાસ તળાવ ટેકરી ચોક મહાકાળી મંદિર પાસે ફોન નં. 0278-2525553. સુભાષનગર મ્યુ. શોપિંગ સેન્ટર પહેલા માળે ફોન નં. 0278-2202444 તથા વડવા વોશિંગ ઘાટ વિકાસ વર્તુળની નીચે ગંગાજળિયા તળાવ મોં.નં. 7990977083 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...