એજ્યુકેશન:ધો.12 સા.પ્ર.ની હોલ ટિકિટ વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોના નિમણુંક પત્રો પણ આ સાથે જ મોકલાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો 14 માર્ચથી આરંભ થઈ રહ્યો છે ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના તમામ ઉમેદવારોની પરીક્ષા માટેની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પત્ર આજથી બોર્ડની વેબસાઈટ gen.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલો મોબાઈલ નંબર કે ઇ-મેલ આઇડી દ્વારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની કરાઈ કરીને પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી તેની સહી અને વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી સિક્કા ફોટા પર આવે તે રીતે કરીને હોલ ટિકિટ પરીક્ષા તેઓને આપવાની રહેશે સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સુચના પણ ફરજિયાત આપવાની રહેશે. હોલ ટિકિટ સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં હોલ ટિકિટ તથા સૂચના આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની તમામ સંબંધીતોને નોંધ લેવા ડી ઈ ઓ સંજયભાઈ વ્યાસે જણાવ્યું છે.

બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે કે પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીના વિજ્ઞાન પ્રવાહની શાખાનો સંપર્ક કરવો. આ વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષણ કાર્ય માટે શિક્ષકોના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે જ ઓનલાઇન મોકલી આપવામાં આવશે જે શાળા દ્વારા ડાઉનલોડ કરવાના રહેશે અને શિક્ષકને જરૂરી વિગતો ભરીને નિમણૂંક પત્ર તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...