તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં થી રીઢો આરોપી 3 ચોરાવ બાઈક સાથે ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્તાફ ઉર્ફે બાદશાહ અગાઉ લૂંટના કેસમાં જેલની હવા ખાઈ આવ્યો છતાં ગુનાખોરી ન છુટી...!

ભાવનગર શહેરના સી ડિવિઝન પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સાંઢીયાવાડ વિસ્તારમાંથી રીઢા આરોપીને ત્રણ બાઇક સાથે ઝડપી લીધો હતો. આ પાલીતાણાનો આરોપી અગાઉ લૂંટ કેસમાં હવાલાતની હવા ખાઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આકરો કારાવાસ વેઠવા છતાં ગુનો કરવાની લત ન છુટતા પોલીસે ફરી જેલ હવાલે ર્ક્યો છે.

સમગ્ર બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગંગાજળીયા પોલીસ મથકનો ડી સ્ટાફ જાહેર સુરક્ષા વ્યવસ્થા અકબંધ રાખવા સાથે દારૂ, જુગાર ચોરી જેવી બદ્દીઓ ડામવા પ્રયત્નશીલ હોય એ દરમ્યાન ડી સ્ટાફના જવાનો સી ડીવીઝન પોલીસ મથક હેઠળના સાંઢીયાવાડ વિસ્તારમાં પહોંચતા પાટીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલ ઝમ ઝમ રેસ્ટોરન્ટ સામે એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે ફરી રહ્યો છે. આ માહિતી આધારે ટીમે જોગીવાડની ટાંકી પાસેથી બાઈક નં-જી-જે-04-સીએન-1587 લઈને પસાર થઈ રહેલ શખ્સને અટકાવી નામ સરનામું તથા બાઈકના દસ્તાવેજો તપાસ અર્થે માંગતા અટક કરાયેલ શખ્સે પોતાનું નામ અલ્તાફ ઉર્ફે બાદશાહ અબ્બાસ અલી બામેલમ ઉ.વ 23 રે.પાલિતાણાના ગોરાવાડી પોષ્ટ ઓફીસ પાછળ રહેતો હોવાનું જણાવેલ તથા તેની પાસે રહેલ બાઈક અંગે યોગ્ય પુરાવા કે સંતોષકારક જવાબ ન આપી શકતા આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ હાથ ધરતા આ બાઈક ભાવનગર શહેર માથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

વધુ પુછપરછમાં શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં ઘોઘારોડ, શિશુવિહાર તથા પ્રભુદાસતળાવ માથી કુલ ત્રણ બાઈક ચોરી કર્યાની કેફીયત આપી હતી અને અગાઉ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેનાં વિરુદ્ધ લૂંટ ગુનો દાખલ થયો હોય આ ગુનામાં જેલ ની સજા કાપી આવ્યો હોવાનું જણાવ્યું હતું અને આ સજા બાદ પણ ગુનાખોરીનો માર્ગ છોડ્યો ન હતો આથી પોલીસ જવાનોએ તેના કબ્જામાં રહેલ ચોરી કરેલ બાઈક કિંમત રૂ,25,000 કબ્જે કરી કોવિડ ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...