બોગસ બિલિંગના પ્રથમ પગથીયા સમાન છેતરપિંડીથી મેળવાતા ડોક્યુમેન્ટના આધારે પાનકાર્ડ, જીએસટી રજીસ્ટ્રેશનના ભાવનગર જિલ્લામાં પ્રકાશમાં આવેલા બે કિસ્સામાં ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ કરાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતેથી આધાર કેન્દ્ર ખાતેથી છેતરપિંડીથી મેળવવામાં આવતા ડોક્યુમેન્ટ અને બોગસ રજીસ્ટ્રેશનના કિસ્સામાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જ્યારે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1 આરોપીની શોધ ચાલુ છે.
રાજ્ય વ્યાપી આ કૌભાંડના મૂળિયા સુધી પહોંચવા માટે ગુજરાત પોલીસના ડી.જી. વિકાસ સહાય દ્વારા ભાવનગર પોલીસ મહાનિરિક્ષક ગૌતમ પરમારની ચેરમેનશિપ તળે શિવમ્ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક, સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર, જીતેન્દ્ર અગ્રવાલ, નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ ટાસ્કફોર્સ ગાંધીનગર, રાધિકા ભારાઇ, એસીપી વડોદરાને સામેલ કરતી ટીમની સીટી બનાવવામાં આવી છે. વિકાસ સહાયે સીટના સભ્યોને આદેશ કર્યો છે કે, બંને કૌભાંડની જીણવટભરી તપાસ કરી અને દર 15 દિવસે તપાસનો પ્રગતિ અહેવાલ તેઓના સમક્ષ સુપરત કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.