તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં 940 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 9000 જેટલા પ્રાથમિક શિક્ષકો પૈકી 4000 જેટલા શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર છે પણ સરકારી તંત્રની મંથર ગતિ અને સંકલનના અભાવે મોટા ભાગના શિક્ષકોની સર્વિસ બૂક અપડેટ સમયસર થતી નથી અને આથી લાંબા સમયથી આ શિક્ષકો 9 વર્ષ, 20 વર્ષ કે 31 વર્ષે મળતા ઉચ્ચત્તર પગારધોરણનો લાભ સમયસર મેળવી શકતા નથી. ભાવનગર જિલ્લામાં એવો નિયમ ચાલે છે કે તાલુકા દીઠ 30 શિક્ષકોને સર્વિસ બૂકના અપડેટ માટે ગાંધીનગર જવાનો વારો આવતો હોય છે પણ તેમાં કોઇ સિનિયોરીટીનું લિસ્ટ સ્થાનિક સ્તરે પ્રસિદ્ધ કરાતું નથી તેવો આ લાભાર્થી શિક્ષકોનો રોષ છે.
આથી 9 વર્ષના ઉચ્ચત્તર પગારનો લાભ મેળવવા લાયક શિક્ષકો બે બે વર્ષથી આ લાભની રાહમાં છે. શિક્ષકો રોષભેર જણાવે છે કે અમારી પહેલા જૂનિયર શિક્ષકોની એસબી અપડેટ થઇ જતાં તેમને લાભ મળી ગયો છે. ખરેખર સિનિયરને પ્રથમ લાભ મળવો જોઇએ. પણ સ્થાનિક તંત્ર અને ગાંધીનગર, તિજોરી કચેરી ના તંત્ર વચ્ચે સંકલનના અભાવે આમ થતું નથી. એક શિક્ષકને 9 વર્ષના ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળે તો મહિને તેના પગારમાં રૂા.5,000થી 7,000નો વધારો થાય, 20 વર્ષનો ગ્રેડ મળે તો પગારમાં રૂા.8,000થી 9,000નો વધારો મળે અને 31 વર્ષનો ગ્રેડ મળે તો શિક્ષકને દર મહિને પગારમાં રૂા.10,000થી 12,000નો ફાયદો થાય.
આથી જો શિક્ષક 9 વર્ષના ગ્રેડ માટે 2 વર્ષ પહેલા લાયક થઇ ગયો હોય અને આજ સુધી તે મળ્યો ન હોય તો દોઢેક લાખ હજી સુધી મળ્યા નથી. તેમ કહવાય. પછી એક સાથે આ રકમ મળે તો ઇન્કમટેક્સની પળોજણ વધી જાય છે. હવે તો કોરોનાનો કહેર મોટા ભાગે ઓછો થઇ ગયો હોય એક સાથે અગ્રતાક્રમ નક્કી કરી ફાઇલો મંગાવે અને અપડેટ કરી આપે તો શિક્ષકોને ન્યાય મળે અને સમયસર ઉચ્ચત્તર પગારનો લાભ મળે તો જ શિક્ષકોને તેમની ફરજના ભાગરૂપે યોગ્ય વળતર સમયસર મળશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.