ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કર્યા બાદ હવે રાજ્યની સરકારી તેમજ સહાયક અનુદાન મેળવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો. 11 વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે શાળાઓને અનુસરવાની કાર્યવાહી અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ગ દીઠ 75 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતામાં અન્ય શાળાના 6 વિદ્યાર્થીઓને લેવાની પરવાનગી આપવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના ઠરાવ મુજબ હાલની સૂચનામાં ફેરફાર કરી નવી રીતે વર્ગ દીઠ જગ્યાઓનું વર્ગીકરણ કરાયું છે. ધો.11 વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ માટેની યાદી તૈયાર કરતી વખતે ત્રણ મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી (પ્રથમ ભાષા/ દ્વિતીય ભાષા )માં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવાના રહેશે.જોગવાઈ ફક્ત 11 વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ માટે જ લાગુ પડશે એમ દર્શાવાયું છે.
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે વર્ગકરણ | ||
જગ્યાની | વિગત | બેઠક |
અનુ. જાતિ | -7% | 5 |
અનુ. જનજાતિ | -15% | 11 |
સા.શૈ. પછાત | -27% | 20 |
આર્થિક પછાત | -10% | 8 |
પોતાની શાળા | 25 | |
અન્ય શાળા | 6 | |
કુલ વિદ્યાર્થી | 75 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.