વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી પણ પટમાં આવી છે અને આગામી 15મીએ વિકાસ કામોને મંજૂર કરશે પરંતુ વડવા બ વોર્ડમાં આર.સી.સી. રોડમાં ભોપાળું કર્યું છે. જે વિસ્તારમાં રોડ મંજૂર કરી સરકારમાંથી પણ મંજૂરી મેળવી છે તે રોડ કોર્પોરેશનની સરકારની માલિકીનો નીકળતા તે કામને રદ કરી તે રકમ અન્ય કામમાં વાપરવાની સ્ટેન્ડીંગ મંજૂરી આપશે. કોર્પોરેશન દ્વારા કોઈપણ રોડને બનાવતા પહેલા તેની માલિકીથી માંડી તમામ હકીકતો જાણે ત્યારબાદ જ એસ્ટિમેટ બનાવે છે અને મંજૂરીની પ્રક્રિયા કરે છે.
પરંતુ વડવા બ વોર્ડમાં માઢિયા રોડ, કૈલાસવાડી પાછળ બજરંગનગરથી દુર્ગા માતા મંદિર સુધી તથા કૈલાસ ટેકરીથી દુર્ગા માતા મંદિર સુધી આર.સી.સી. રોડ બનાવવા કોર્પોરેશનની સક્ષમ સત્તા દ્વારા મંજૂરી માટે સરકારમાં મોકલતા તેને સરકારે પણ મંજૂરી આપી છે. અને જ્યારે ટાઉન ડેવલપમેન્ટ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા તે રોડ કોર્પોરેશન નહીં.
પરંતુ સરકારની માલિકીનો રસ્તો હોવાનો અભિપ્રાય આપતા આ કામ રદ કરી આ રકમમાંથી અન્ય કોઈ કામ કરાવવાની મંજૂરી આપવાનો આગામી 15 મી ડિસેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે. તદુપરાંત રહેણાકી લીઝ પટ્ટાને રીન્યુ કરવા, જુદા જુદા કામોની રકમ રીએ કરવા સહિતના 24 કાર્યોને મંજૂર કરવાનો નિર્ણય કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.