તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સિનેગૃહો શરૂ કરવા સરકાર રાજી પણ સિનેમા સંચાલકો નહિ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સરકાર દ્વારા કરફ્યુમાં 1 કલાકની છૂટ અને સિનેમાને 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ કોરોનામાં 50થી70 ટકા સ્ટાફ ગુમાવીને હવે નવી ફિલ્મ વિના સિનેમાનાં સંચાલકો સિનેમાઘરો ખોલવા તૈયાર નથી. કોરોના બાદ લોકોના આરોગ્યની જાળવણી માટે ઘણા બધા લોકો ભેગા ન થાય તેથી સિનેમાઘરો બંધ કરાયા હતા. ભાવનગરનાં મેક્સેસ, ટોપ થ્રી અને એન્ટરટેઇનમેન્ટ પાર્કનાં સંચાલકો દ્વારા હાલમાં નવી ફિલ્મ ન આવી હોવાથી સિનેમાઘરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે વૈશાલી સિનેમામાં કાલથી ત્રણ શો શરૂ થવાના છે.

હાલમાં કોઇ નવી ફિલ્મો ન હોવાથી પ્રેક્ષકો ન આવે
કોરોના દરમિયાન ખૂબ મુશ્કેલી પડી હતી. અમારે કોરોના પહેલા 20 લોકોનો સ્ટાફ હતો જે અત્યારે ફક્ત 50 ટકા જ બચ્યો છે. સાફ સફાઈ અને ધ્યાન રાખવાનું પણ ભારે પડી જાય છે. અમારે 4 સ્ક્રીન માં 1036 લોકો ની બેસવાની વ્યવસ્થા છે. પરંતુ હાલમાં કોઈ નવી ફિલ્મ આવી રહી નથી અને નવી ફિલ્મ વગર કોઈ પ્રેક્ષકો પણ થિયેટર માં ન આવે. ફિલ્મો આવ્યા પછી પણ અમુક અઠવાડિયા સુધી તો લોકો આવે છે કે નહિ તે જોવું પડે. લોકોનો પ્રતિસાદ સારો ન મળે તો ઘણા બધા શો ન રાખી શકાય. > મનીષભાઈ, મેક્સસ સિનેમા

કાલે અમે ગુજરાતી ફિલ્મનાં ત્રણ શો રાખ્યા છે
છેલ્લા દોઢ વર્ષથી સિનેમાઘરો બંધ છે ત્યારે હવે જઈને સરકારે સિનેમાઘરો ખોલવાની પરવાનગી આપી છે. અમે રવિવાર થી અમારે ત્યાં ત્રણ શોમાં સિનેમા ખોલવાના છીએ. કાલે ગુજરાતી ફિલ્મ નાં બપોરે 1,4 અને પોણા સાત વાગ્યા નાં શો શરૂ કરવામાં આવશે. હાલમાં વૈશાલી સિનેમા ખાતે 1046 લોકોની બેસવાની ક્ષમતા છે. કાલે અમે કેટલા દર્શકો આવે છે અને કેટલો પ્રતિસાદ મળે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. > નાનુભાઈ દેસાણી, વૈશાલી સિનેમા

હમણાં બે અઠવાડિયા સુધી સિનેમાઘરો નથી ખોલવા
ભાવનગરમાં ખૂબ ઓછાં સિનેમાઘરો છે. જ્યારે કોરોના ન્હોતો ત્યારે ખૂબ સારા શો થતાં હતાં. પરંતુ કોરોના નાં કારણે સિનેમાઘરો બંધ થયા અને હવે પરવાનગી મળી છે ત્યારે કદાચ તા.2 જુલાઈથી અમે સિનેમાઘર શરૂ કરી શકીએ કારણકે ત્યારે કોંજુરિંગ પાર્ટ 3 કદાચ આવવાનો છે અને તેની માટે પ્રેક્ષકો મળી રહે છે. જો આ ફિલ્મ રિલીઝ નહિ થાય તો હમણાં બે અઠવાડિયા સુધી સિનેમાઘર ખોલવાનો કોઈ વિચાર નથી. અમારે ત્યાં 50 લોકોની ટીમ માંથી અત્યારે ફક્ત 10 જ સ્ટાફ મેમ્બર બચ્યા છે. અમારે ત્યાં 5 સ્ક્રીન છે અને 954 લોકો બેસી શકે તેટલી સીટ છે. > પંકજભાઈ રાઠોડ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક

હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
અમે હજી સુધી થિયેટર ખોલવું કે નહિ તે અંગે કોઈ વિચારણા કરી નથી. હાલમાં તો થિયેટર ખોલ્યા બાદ પણ લોકો આવશે કે નહિ તે પ્રશ્ન છે. અમે કદાચ થોડો સમય રાહ જોઈને પછી શરૂઆત કરીશું. સિનેમાઘર શરૂ કર્યું ત્યારે અમારે 20 વ્યક્તિઓ સ્ટાફમાં હતા જે અત્યારે ફક્ત 5 પર પહોંચ્યા છે. અમારે ત્યાં બે સ્ક્રીન છે અને કુલ 800 લોકોની બેઠક વ્યવસ્થા છે. થોડા દિવસો બાદ અમે થિયેટર શરૂ કરી શકીએ. > કિશનભાઈ સોમૈયા, અપ્સરા ટોકીઝ

અન્ય સમાચારો પણ છે...