કીચડ ખૂંદીને અભ્યાસ:સરકારની વાત સ્માર્ટ સ્કૂલોની અને ભણવા જવું પડે છે કાદવકીચડ ખુંદીને

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સનાળામાં મોટા ખાડા અને કીચડમાં પસાર થઇને બાળકો ભણવા જાય છે

જેસરના સનાળા ગામે વિદ્યાર્થીઓ કાદવ કીચડ ખૂંદીને અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગામડાંના રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે તેમાંથી પસાર થતા નજરે જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે જેસર ગામડાંમાં માર્ગો સાવ તૂટી ગયા છે. જેથી વિદ્યાર્થીઓને વરસાદી માહોલમાં કાદવ કિચડ ખુંદતા ભણવા માટે જવાની ફરજ પડે છે.

સરકાર દ્વારા મોટા પાયે વાતો તો સ્માર્ટ સ્કૂલોની થાય છે પણ શાળાએ જવા માટેના રોડ રસ્તા પણ હજી પાકા થયા નથી. આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ખાડા ઠેકી ઠેકીને માંડ શાળાએ પહોંચે છે. ચોમાસામાં તો આ સ્થિતિ વધુ વકરે છે.

જેસર તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારના કાચા રસ્તાઓ સાવ ધોવાયા ગયા છે. રોડમાં ઊંડા ઊંડા ખાડાઓ પડ્યા છે તેમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જઈ રહ્યા. શિક્ષણની મોટો-મોટી વાતો કરતી સરકારે જેસર તાલુકાની મુલાકાત લેવી જોઈએ. તંત્ર દ્વારા આ કાચા કેડીઓ રિપેર કરવામાં આવે તેવી જેસરના લોકોની માંગ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...