તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં એક દિવસમાં બે હત્યા:શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી

ભાવનગર15 દિવસ પહેલા
ગોદળામાં વીંટાળેલી હાલતમાં લાશ મળી
  • ફ્લેટમાંથી ગોદળામાં વીંટાળેલી હાલતમાં લાશ મળી
  • શહેરમાંથી સવારે એક સગીરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી
  • પોલીસે આ ડબલ મર્ડર પ્રકરણે મુળ કારણ જાણવા શરૂ કરી શોધખોળ
  • હત્યારા યુવક સામે અગાઉ કુતરા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કાર્ય કર્યાની ફરીયાદ કરેલી

ભાવનગર શહેરમાં એક જ દિવસમાં બીજી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. શહેરમાંથી સવારે સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાના કલાકોની અંદર જ પોશ વિસ્તારના એક ફ્લેટમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરમાં આજે સવારે વરતેજ સીદસર રોડ પર અવાવરૂ એક નાળા પાસે સગીર બાળકની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના એક ફલેટમાંથી એક મહિલાની પણ હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે અંગે ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી તથા નેત્રના આધારે અને તકનીકી સાધનોનો ઉપયોગ કરી આ બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિત યુવાને તે કરી હોવાનું તથા બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો હોવાનું જાણવા મળેલ છે.

આજે સવારે સીદસર વરતેજ રોડ પર નાળા પાસે અવાવરૂ જગ્યામાં આશરે 10 વર્ષના બાળકની તીક્ષ્ણ હથીયારોથી હત્યા કરી કોઇ તેને અહીં મુકી ગયુ હોવાની વરતેજ પોલીસને જાણ થતા વરતેજ પોલીસ અને LCB ઘટના સ્થળે દોડી જઇ મૃતક બાળકનો કબ્જો લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને દિવસ દરમિયાન આ ઘટનાએ શહેરમાં ખુબજ તર્કવિતર્ક સાથે ચકચાર મચાવી હતી. તેવામાં સાંજે તખ્તેશ્વર પાસે આવેલ ટીબી ઝેડની સામે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી એક બ્રાહ્મણ યુવતી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.28) ની પણ તીક્ષ્ણ હથીયાર વતી હત્યા કરેલી હાલતમાં અને ગોદડામાં વીટાળેલો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે થીયરી પર તપાસ હાથ ધરી હતી.

દરમિયાન જાણવા મળ્યા મુજબ ભાંગલીગેઇટ પાસે રહેતી અને અગાઉ છુટાછેડા લીધેલ આ મૃતક યુવતી અંકીતા છેલ્લા ઘણા સમયથી પોતાનો સરસામાન તથા પુત્રને લઇ આ ફલેટમાં હેમલ નામના યુવક સાથે રહેવા આવી હતી. જે દરમિયાન બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જયારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી જેના પરથી નેત્રના આધારે પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલવામાં સફળતા મળી હતી. જો કે ભેદ ઉકેલવાની સત્તાવાર જાહેરાત પોલીસ આવતી કાલે કરશે તેમ જાણવા મળે છે.

હત્યા કરનાર આ હેમલ નામના યુવકનો ભુતકાળ પણ ખરડાયેલો હોવાનું જાણવા મળેલ છે. થોડા દિવસ પહેલા જ તેણે કુતરા સાથે પણ સૃષ્ટી વિરૂધ્ધનું કાર્ય કર્યું હોવા અંગેની ફરીયાદ પણ પોલીસ મથકમાં નોંધાઇ હતી. શહેરમાં એક જ દિવસમાં સવાર અને સાંજે બબ્બે હત્યા થઇ હોવાના સમાચારે દિવસ દરમિયાન ભારે ચકચાર મચાવી હતી. તથા બન્ને હત્યા કરનાર સામે ભારે રોષ સાથે ફીટકારની ભાવના વ્યકત કરી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગોદળામાં લપેટેલી હાલતમાં લાશ મળી
શહેરના તખ્તેશ્વર વિસ્તારમાં આવેલી જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. લાશની સ્થિતિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, કોઈને શંકા ના જાય તે રીતે લાશને ગોદળામાં વીંટાળી પેક કરી રાખવામા આવી હતી. શક્ય છે કે, આરોપીઓએ લાશના નિકાલ માટે તમામ તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ, લાશનો નિકાલ થાય તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને મામલાનો પર્દાફાશ થયો.

મૃતક યુવતી અંકિતા જોશી
મૃતક યુવતી અંકિતા જોશી

મૃતક યુવતીનું નામ અંકિતા જોશી
ફ્લેટમાંથી જે યુવતીની લાશ મળી આવી છે તેની તપાસ કરતા તેનું નામ અંકિતા જોશી હોવાનું જાણવા મળ્યું છે. યુવતી ડિવોર્સી હોવાનું અને ભાંગલી ગેટ પાસે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ યુવતીને લઈ વધુ વિગતો એકત્ર કરવામા લાગી છે.

જે ફ્લેટમાંથી લાશ મળી તે સોસાયટીની તસવીર
જે ફ્લેટમાંથી લાશ મળી તે સોસાયટીની તસવીર

પોશ વિસ્તારના ફ્લેટમાં યુવતી ક્યાંથી આવી?
જે ફ્લેટમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે તે ફ્લેટ હેમલ ભૂપેન્દ્ર શાહની માલિકીનો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, મૃતક યુવતીની અહીં શું કરવા આવી હતી? પોલીસ હાલ આ સવાલને કેંદ્રમાં રાખી એક બાદ એક કડીઓ જોડવામા લાગી છે.

ભાવનગરમાં 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ
ભાવનગર શહેરમાં એક જ દિવસમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવ્યો છે. આ પહેલા શહેરના વરતેજ-સિદસરને જોડતા હાઈવે પર એક નાળા નીચેથી એક સગીર વયના અજાણ્યા કિશોરની લાશ મળી આવી હતી. મૃતક કિશોરના શરીર પરથી તીક્ષણ હથિયારના વીસેક જેટલા ઘા જોવા મળ્યા હતા. પોલીસે સગીરની ઓળખ મેળવી હત્યાનો ભેદ ઉકેલે તે પહેલા જ શહેરના વધુ એક હત્યાનો બનાવ સામે આવતા પોલીસની દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...