આત્મહત્યા:ભાવનગર શહેરના બોરતળાવમાં યુવતીએ પાણીમાં પડતું મૂકી આપઘાત કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • ફાયર વિભાગે 2 કલાકની જહેમત બાદ પાણીમાંથી લાશ બહાર કાઢી

ભાવનગર શહેરના બોરતળાવમાં એક યુવતીએ આજે બોરતળાવમાં પડતુ મૂકતાં તાત્કાલિક ફાયર વિભાગ ટિમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ફરવા આવેલા સ્થાનિક વ્યક્તિએ યુવતીને તળાવમાં પડતું મૂક્યું હોવાનું જોતાં નજીકમાં રહેલ લોકોને જાણ કરી હતી.

બાદ બનાવ અંગેની ભાવનગર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશની શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ આત્મહત્યા કરનાર યુવતીની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી. હાલ ડી.ડિવિઝન પોલીસ દ્વારા બનાવ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતી કોણ છે? ક્યાં રહે છે? આત્મહત્યા અંગેનું કારણ શું છે? સહિતની વધું તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીની લાશને પી.એમ અર્થે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...