તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:ઘોઘા-હજીરા ફેરીથી ભાવનગરના આનુસાંગિક ઉદ્યોગોનો થશે વિકાસ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટીલ, મીઠુ અને કપાસ જેવા પાકને પણ ફાયદો થશે
 • ગુજરાતના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહનો આશાવાદ

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆતથી સુરતમાં સ્થાયી થયેલા મોટા ઉદ્યોગો માટેના આનુષંગિક ઉદ્યોગો માટે ભાવનગરમાં વિશાળ માત્રામાં તકો ઉપલબ્ધ થશે અને જિલ્લાની જનતા માટે રોજગારીના નવા માર્ગ ખુલશે એમ ગુજરાતના કેબિનેટ મંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ.ઇન્ડીગો સી-વેઝના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે 8 કલાકે હજીરાથી ઘોઘા માટે આવેલી ફેરીમાં 68 કાર, 45 બાઇક, 410 મુસાફરો આવ્યા હતા. તહેવારો દરમિયાન મુસાફરો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.ચૂડાસમાએ જણાવ્યુ હતુકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારિક દ્રષ્ટિએ નજીક આવવાના છે અને તેનો સીધો લાભ ભાવનગર અને અમરેલી જિલ્લાને મળવાનો છે.

સુરત ટેક્સટાઇલ્સ અને હીરા ઉદ્યોગનું હબ છે અને તેની ઘણી આનુષંગિક ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્રમાં વિકાસ પામી શકે તેમ છે. ઘોઘા તાલુકામાં જમીન પ્રમાણમાં સસ્તી છે, અહીં પાવરલૂમ્સ, એમ્બ્રોઇડરી જેવા વ્યવસાયો વિકસી શકે તેમ છે. સુરતા જરીકામના ઉદ્યોગ પણ ભાવનગરમાં આવી શકે તેમ છે. ફેરી સર્વિસને કારણે પરિવહન સવલતભર્યુ બન્યુ છે.ખંભાતના અખાતની ભૌગોલિક પરિસ્થિત વિષમ છે, માટે કુદરતિ અવરોધો સાથે આ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે એટલે શરૂઆતના તબક્કામાં થોડા ટેકનિકલ પ્રશ્નો આવી શકે, પરંતુ ફેરીનું ભવિષ્ય ખૂબ ઉજળુ છે અને તે ચાલશે, સૌરાષ્ટ્રની કાયાપલટ થશે.ભાવનગરની આજુબાજુ પ્રતિદિન 3હજાર ટન સ્ટીલ, મીઠુ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ આસાનીથી પહોંચી શકે છે. કપાસને પણ ફાયદો થઇ શકે છે.અમરેલી જિલ્લાના સીમેન્ટ ઉદ્યોગનો મોટો હિસ્સો દક્ષિણ ગુજરાતમાં વપરાય છે. આ માટે ફેરી સર્વિસથી તેને પણ ફાયદો થવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો