તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને ભારે અગવડતા:ઘોઘા-હજીરા ફેરી સર્વિસ ચાર દિવસ સુધી બંધ રહેશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોઇ જાહેરાત નહીં કરાતા મુસાફર ફસાયા
  • ગુરૂવારથી જહાજ વોયેજ સીમ્ફનીનો અગાઉ કોઈ ઘોષણા વિના મરામતનો આરંભ કરાયો

કોઇપણ જાતની આગોતરી જાણ કે ઘોષણા કરાયા વિના ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા રવિવાર સુધી બંધ કરવામાં આવતા મુસાફરોને ભારે અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. ફેરી સર્વિસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે શિપ વોયેજ સીમ્ફની રૂટિન મરામત કાર્યમાં હોવાથી રવિવાર સુધી ફેરી સેવાને વિરામ આપવામાં આવ્યો છે.

ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ ખૂબજ લોકપ્રિય બની રહી છે, અને મુસાફરો તથા માલવાહક વાહનો પણ તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ગુરૂવારથી જહાજની મરામત કરાવવામાં આવી રહી છે. સંચાલકો તેની રૂટિન ચેક-અપ અને મરામત ગણાવે છે. પરંતુ અચાનક અને કોઇ ઘોષણા કરાયા વિના ફેરી રવિવાર સુધી બંધ કરવામાં આવતા મુસાફરો છેક ટર્મિનલ સુધી પહોંચી અને વિલા મોઢે પરત ફર્યા હતા. ઉપરાંત સમય બચાવવા તેઓ ફેરીમાં મુસાફરી ખેડવાનું નક્કી કર્યુ હતુ અને તેઓને વધારાના કલાક ખર્ચવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...