તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:LL.B.નાં વિધાર્થીઓનું ભવિષ્ય હજી અનિશ્ચિત, સરકારની ભરતી પ્રક્રિયા શરૂ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર સહિત સંપૂર્ણ ગુજરાતની લો કોલેજમાં અધ્યાપકો અને પ્રિન્સિપાલ ની જગ્યાઓ ભરાયેલી નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર 8 કાયમી ફેકલ્ટી અને 1 પ્રિન્સિપાલ ન હોય તેવી તમામ કોલેજ એડમિશન કરી શકશે નહિ અને જો કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સનદ પ્રાપ્ત નહિ કરી શકે. ગુજરાત ભરની કોઈ પણ કોલેજમાં અત્યારે પૂરતી ફેકલ્ટી નથી આ અંગે સમગ્ર ગુજરાત માંથી સમય મર્યાદા વધારવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ત્યારે સમગ્ર ગુજરાત નાં પ્રિન્સિપાલ તા.11 ડિસેમ્બર નાં રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર ને મળનાર છે.

ગાંધીનગર માં તા.11 ડિસેમ્બર નાં રોજ એલ.એલ.બી નાં અધ્યાપકોની ભરતી માટેનો એન. ઓ.સી કેમ્પ યોજવાનો છે. સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરેલ પરિપત્ર નાં પગલે હજી સુધી ગુજરાત માં કોઈ નવા એડમિશન થયા નથી. વિદ્યાર્થીઓ સહિત કોલેજો નાં અધ્યાપકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એડમિશન થાય.

મોટાભાગે સેમેસ્ટર સિસ્ટમ માં યુ.જી.સી. ની ગાઇડલાઈન અનુસાર ડિસેમ્બર સુધીમાં એડમિશન પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ ત્યારે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એલ.એલ.બી માં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ રિપિટીશન દાખલ કરવાનું વિચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો