તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તળાજામાં સગીરા પર દુષ્કર્મનો ફરાર આરોપી જેસરથી ઝડપાયો

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • {ચા પીવાના બહાને ઘરમાં ઘુસી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું
 • ભાવનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ

ભાવનગર પંથકમાં છેલ્લા એકાદ દિવસમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવની વધુ એક ઘટના સામે આવી છે. તળાજા પંથકમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી ચા પીવાના બહાને ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરનાર આરોપીને તળાજા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

તળાજા પંથકમાં ગારિયાધારના અખ્તરીયા ગામના શખ્સ શીવા જીણાભાઈ મેરએ રવિવારે સવારે સગીરાની એકલતાનો લાભ ઉઠાવી ચા પીવાના બહાને ઘરમાં ઘુસી બારણું બંધ કરી ગળું દબાવ્યું હતું અને દેકારો કરે તો મારી નાખવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. બચાવમાં સગીરાએ બૂમો પાડતા તેણીના માથા, આંખ અને ગુપ્ત ભાગોમાં ઈજા પહોંચાડી બેહોશ કરી દીધી હતી. બાદ સગીરાને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાય હતી.

જે અંગેની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અપરાધીને ગણતરીની કલાકોમાં જેસર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો