નર્સનો આપઘાત કેસ:ત્રણ પાનાની સુસાઈડ નોટમાંથી આગળના બે પાના ગુમ થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીની બેગમાં રાખેલી ડાયરીના છેલ્લા પાનાઓમાં નોટ હતી, જે પાને સુસાઈડ નોટ લખેલી હતી તેની આગળના બે પાના ફાડેલા હતા
  • સિવીલ હોસ્પિટલમાં યુવતીના આપઘાતનો બનાવ

ગઈકાલે રાત્રિના સર ટી. હોસ્પિટલના મેડિસીન વિભાગમાં એક યુવતિએ ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ બન્યો હતો. સર ટી.માં કોન્ટ્રેક્ટબેઝ પર નર્સની નોકરી કરતા અમીબેન તુલસીભાઈ મકવાણા (ઉ.વ. 22, આનંદનગર, જુના ત્રણ માળિયા, રોહિદાસનગર)એ પોતાના કાર્યના સ્થળ એટલે કે, હોસ્પિટલના મેડિસીન વોર્ડમાં આવેલા સિસ્ટર રૂમની અંદરના સ્ટોર રૂમમાં આપઘાત કરી લીધાંનાં બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરતા યુવતીની કાળા કલરની બેગમાંથી એક પોકેટ ડાયરી મળી હતી જેની શરૂઆતના પાનાઓમાં તેના અભ્યાસની મેડિસીન ટર્મિનોલોજીની વિગતો લખેલી હતી.

જ્યારે પાછળના પાના પર સુસાઈડ નોટ લખેલી હતી અને જે પાના પર સુસાઈડ નોટ લખેલી હતી તેની આગ‌ળના બે પાનાઓ ફાડેલા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે હોસ્પિટલ તંત્ર કંઈ બોલવા તૈયાર નથી જ્યારે પરિવારજનોએ ત્રણ મહિના પહેલા યુવતી સ્ટાફ નર્સની પરીક્ષામાં પાસ નહી થઈ હોવાથી હતાશામાં હતા અને તેના લીધે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...