તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોતને ઘાટ ઉતારનાર મિત્ર ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની મેઈન બજારમાં બર્થ-ડે પાર્ટીના ઉજવણીમાં એકઠાં થયેલા મિત્રો વચ્ચે ચાલી રહેલી મજાક-મજાકમાં હસવામાંથી ખસવું થતાં એક મિત્રએ તેના મિત્રને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવના આરોપીને પોલીસે હસ્તગત કરી લીધો છે.

ગઈકાલે શહેરની મેઈન બજારમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં એકઠાં થયેલા મિત્રોએને મજાક-મજાકમાં હસવામાંથી ખસવું થતાં એક મિત્રએ તેના બીજા મિત્રની છરીના ઘા ઝિંકી હત્યા કરી દેવાનો બનાવ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે મેઈન બજારમાં ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુભાઈ રાઠોડ (ઉ.વ.26, રહે. પ્રભુદાસ તળાવ વિસ્તાર)નો ગઈકાલે જન્મ દિવસ હતો તેથી મિત્રો સાથે કેક કટિંગ કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે કેક કટિંગ બાદ મજાક મશ્કરીમાં પર્સનલ બાબત પણ મૃતક ગોપાલ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવતા વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઈ ગોહેલ (રહે. વડવા પાનવાડી)એ ઉશ્કેરાઈ જઈ ગોપાલને છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ આરોપી ફરાર થયો હતો અને બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જે બાદ આજે આરોપી વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઈ ગોહેલને ગંગાજળિયા પોલીસ દ્વારા જુના બંદર રોડ પાસેથી હસ્તગત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...