તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રારંભ:સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો આજથી આરંભ થશે

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વડાવલીથી રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનનો ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. તેના અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ આગામી તા.31મી મે સુધી જળ સિંચનના વિવિધ કામો હાથ ધરાશે. આ જળ અભિયાન હેઠળ જિલ્લામાં 926 જળસંચયના કામોને આધારે આશરે 2290 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવાનો લક્ષ્યાંક છે.નહેરો, નદી, વોંકળા, કાંસની કુલ 71.60 કિ.મી. લંબાઇમાં સાફસફાઇનું આયોજન કરવામાં આવ્યું છે.મનરેગા યોજના હેઠળ આશરે 2.16 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન કરવામાં આવશે.

આ અભિયાન તળે ખોદકામમાંથી મળતી માટીનો વપરાશ સરકારી કામો, ખેતર તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે. માટીના વપરાશ બદલ ખેડૂતોએ રોયલ્ટી ચુકવવાની રહેશે નહિ. અગાઉના તબક્કાઓમાં જિલ્લામાં સુજલામ-સુફલામ જળ સિંચન યોજના થકી 1077 કામો દ્વારા 905 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી હતી. 555તળાવો ઊંડા કરાયા હતા. 324 ચેકડેમો અને 50 જળાશયો ડિસિલ્ટીગ કરાયાં છે. 13 ચેકડેમ રિપેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો