કાર્યક્રમ:જૈન સમાજના ચારેય ફીરકાના સંગઠન "જીતો'દ્વારા આવાસ યોજનાનું કરાયું શિલાન્યાસ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતભરમાંથી જૈન સમાજના ચારેય ફીરકાના 90થી વધુ શ્રેષ્ઠીઓ કાર્યક્રમમાં પધારેલ
  • જીતો​​​​​​​ લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગનું ઈન્સ્ટોલેશન કરી શપથ લેવડાવ્યા

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) દ્વારા તા.2/10ને શનિવારે ભાવનગરના ઈસ્કોન ક્લબ ખાતે ઐતિહાસીક પ્રસંગ યોજાયો જેમાં ભારતભરમાંથી ચારેય ફીરકાના 90+ જૈન શ્રેષ્ઠીવર્યો અને આગેવાનો ભાવનગરના આંગણે બે દિવસ માટે કન્વેન્શનમાં ભાગ લેવા તેમજ આવાસ યોજનાના શિલા સ્થાપન વિધિમાં તથા લેડીઝ વીંગ/જીતો યુથ વીંગના ઈન્સ્ટોલેશન માટે પધાર્યા હતા. આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રિત મહેમાનો પોતાના પ્રાઈવેટ વિમાનથી ભાવનગરના આંગણે પધાર્યા હતા.

આ કાર્યક્રમમાં દર્શકભાઈ શાહ ભાવનગર જીતો ચેરમેન દ્વારા વેલકમ સ્પીચ આપી મહેમાનોને આવકાર આપ્યો હતો. તેમના નેતૃત્વમાં ભાવનગર જીતો ચેપ્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યો અને આવી રહેલા પ્રોજેક્ટસની રૂપરેખા આપવામાં આવી હતી.

કુશલભાઈ ભણશાલી- ગુજરાત જીતો ચેરમેન દ્વારા ગુજરાત ઝોનના અલગ અલગ ચેપ્ટરની કામગીરી તેમજ નવા આવનારા પ્રોજેક્ટની વિસ્તૃત સમજણ આપી હતી. ગણપતરાજ ચૌધરી - ભારત જીતો ચેરમેન દ્વારા આવાસ યોજના, સાધુ સાધ્વીજી વૈયાવચ્ચ, સ્કોરલશીપ, બીઝનેસ લોન વિગેરે મુદ્દા પર સમજ આપી હતી.

સુરેશભાઈ મુથા પ્રેસીડન્ટ જીતો દ્વારા જીતો સંસ્થાની દેશમાં, સમાજમાં, સંઘમાં, તીર્થોમાં મહત્વતા સમજાવવામાં આવેલ. હિતેશભાઈ દોશી અેપેક્ષ જનરલ સેક્રેટરી દ્વારા જીવનસાથી પ્રોજેક્ટ, મેન્ટર પ્રોગ્રામની જરૂરિયાત અને JIF વિશે વાત કરવામાં આવી હતી.

અજયભાઈ જૈન સ્પોર્ટ્સ કન્વીનીયર જીતો દ્વારા રમત ગમતનું મહત્વ અને જીતો પ્રિમિયર લીગ વિગેરેની જાહેરાત કરાઈ હતી.હિમાંશુભાઈ શાહ શ્રમણ આરોગ્યમ દ્વારા સાધુ સાધ્વીજી વૈયાવચ્તનું વિશેષ મહત્વ સમજાવવામાં આવેલ. 17250થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો ભારતમાં બીરાજમાન છે. અને ભારતભરમાં 15000થી વધુ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરેલ છે.

મનીષભાઈ કનાડીયા પ્રાર્થના જૈન યુવક મંડળના પ્રમુખ દ્વારા આવાસ યોજનાની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. 12 પરિવારોને ઘર એલોટ કરવામાં આવ્યા હતા. કમલેશભાઈ શાહ દ્વારા આવાસ યોજનાની રૂપરેખા આપી હતી. ત્યારબાદ જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગનું ઈન્સ્ટોલેશન કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા. જીતો ગુજરાત કન્વેશનમાં GCCI પ્રેસીડન્ટ હેમંતભાઈ શાહ, ગુજરાત ઝોનના ચીફ સેક્રેટરી અમીતભાઈ અને ટ્રેઝરર આશીતભાઈ તેમજ જીતો ભાવનગરના ભૂતપૂર્વ ચેરમેન પિયુષભાઈ તંબોલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા જીતોની આવાસ યોજનાની સંપૂર્ણ ટીમ દર્શકભાઈ, સંજયભાઈ, કનીષભાઈ કનાડીયા, પંકજભાઈ ભાયાણી, કીર્તીભાઈ સગપરા, જીતેન શાહ, વિપૂલભાઈ શાહ, પિયૂષભાઈ દોશી અને સમીરભાઈ વોરા તેમજ બધા કાર્યકરોએ પરિશ્રમ કરેલ હતો. દર્શકભાઈ શાહ (મધુ સીલીકા)એ બધાનો આભાર વ્યક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...