તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં ખેસ ધારણ:ભાવનગર કોંગ્રેસમાંથી ગઈકાલ રાજીનામું આપનાર પૂર્વ નગરસેવીકા ભાજપનો ખેસ ધારણ કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • કોંગ્રેસમાં મહિલાઓનું સન્માન ના થતું હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું હતું

ભાવનગર શહેર કોંગ્રેસના વોર્ડ નં.3 કરચલીયા પરાના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેર પોતાના તમામ પદ પરથી ગઈકાલે કૉંગ્રેસ કાર્યાલય સાગર કોમ્પલેક્ષ ખાતે રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે ગીતાબેન મેર પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ગીતાબેન મેર પ્રમુખના હસ્તે ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ગીતાબેન મેર ગઈકાલે રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારા જેવી સંનિષ્ઠ કાર્યકર પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી હું ખૂબ જ દુઃખી થઈ છું. કોંગ્રેસમાં મહિલાઓનું સન્માન ના થતું હોવાનું અને કોંગ્રેસમાં માથાભારે શખ્સોને સાચવવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું હતું. આજે ભાજપમાં જોડતા કહ્યું હતું કે પાર્ટી જે પણ કાર્ય સોંપે તેને હું જવાબદારી પૂર્વક નિભાવવા તૈયાર છું. ગઈકાલે પૂછવામાં આવ્યું હતું કે કોઈ પાર્ટી સાથે જોડાવાના છો ત્યારે જણાવ્યું હતું કે અત્યારે હું કાઈ કહી શકું તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો