જીતુ વાઘાણી બન્યા શિક્ષણમંત્રી:ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની રચના,વાઘાણીને શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામા આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી બનતા તેમના કાર્યાલય પર આતશબાજી કરવામા આવી

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને રાજ્યના નવા શિક્ષણ મંત્રી બનાવવામા આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે કરવામા આવેલી રચનામાં જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. વાઘાણીને શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ કરાતા પરિવારજનો અને શહેર જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

જીતુ વાઘાણી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે નાનપણથી સંકળાયેલા નેતા છે અને 2016 થી 2020 સુધી એટલે કે ચાર વર્ષ સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે રહી સ્થાનિક સ્વરાજયથી લઇ 2019 માં ગુજરાતની તમામ લોકસભા સીતો જીતાડવા સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી ચુક્યા છે.

જીતુ વાઘાણીએ કોલેજ કાળમાં એબીવીપીના સક્રિય કાર્યકર તરીકે ખૂબ મોટી ભૂમિકા નિભાવી હતી તેને લઈ ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ 1990-91 ની સાલમાં ભાવનગર શહેર યુવા મોર્ચોના સહમંત્રી તરીકે, 1992 થી 1997માં યુનિવર્સિટી ના સેનેટ સભ્ય તરીકે, 1993 થી 1997 માં ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચોના પ્રમુખ તરીકે, 1995 થી 2000 ની સાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય તરીકે, 1998 થી 2001 ની સાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ડાયરેક્ટર તરીકે, 1999 થી 2001 માં ભાવનગર શહેર ભાજપ મહામંત્રી તરીકે, 2003 થી 2009 ની સાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચો, 2009 થી 2012 ગુજરાત પ્રદેશ ભાજપ પ્રેદશ મંત્રી તરીકે, અને ત્યારબાદ 2012 થી વિધાનસભામાં ભાવનગર શહેરના પશ્ચિમ ધારાસભ્ય તરીકે હાલ પણ શરૂ... અને 2016 થી 2020 ચાર વર્ષ સુધી તેઓ એ ગુજરાત ભાજપ ના અધ્યક્ષ તરીકે કમાન સંભાળી હતી.

જીતુભાઇને રાજકારણમાં 37 વર્ષની વયે ધારાસભ્યની ચૂંટણીમાં લડ્યા હતા, અને 2012માં પશ્ચિમ ધારાસભ્યની બેઠક પરથી લડી ને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતો સાથે જીત્યા હતા, આમ, રાજકીય સાથે સામાજિક જવાબદારીઓ પણ ખુજ જ સારી રીતે નિભાવે છે છેલ્લા સાત વર્ષથી મકરસંક્રાંતિના પર્વ પર સરકારી શાળાના 1.25 લાખ બાળકો ને દરવર્ષે પતંગોનું વિતરણ કરે છે, છેલ્લા 7 વર્ષથી દશેરાના પર્વ પર 2 લાખ થી વધુ લોકો માટે રાવણ દહન નું આયોજન કરે છે, અને ખાસ તો પોતાના જન્મ દિવસ નિમિત્તે એ હંમેશા વૃદ્ધાશ્રમમાં જઈ ને વડીલોના આશીર્વાદ સાથે તેના જન્મદિવસની ઉજવણી કરે છે, જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, તબીબી સારવાર નિદાન કેમ્પ, વિનામૂલ્યે ઓપરેશન કેમ્પ, પુસ્તક મેળાનું આયોજન સહિત કાર્યક્રમો કરે છે.

આ ઉપરાંત જીતુભાઈ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતા શહેર ભાજપમાં હરખની હૈલી છવાઈ હતી અને જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે તમામ વોર્ડના કોર્પોરેટરો, શિક્ષણ સમિતીના ચેરમેન સહિત સભ્યો અને કાર્યકરો એકઠા થયા હતા અને આતશબાજી કરી ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...