સુવિધા:1 ડિસેમ્બરથી ભાવનગરથી સુરત વચ્ચે ફલાઈટ શરૂ થશે, ફ્લાઇટ માટે બુકિંગ પણ શરૂ કરી દેવાયું

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા ભાવનગર-સુરત વચ્ચે ફ્લાઇટનું ભાડું રૂ.2500 આસપાસ રહેશે

આગામી તા.1 ડિસેમ્બર,2021થી ભાવનગરથી સુરત વચ્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા ફ્ાલઇટનો આરંભ થશે. આ ફ્લાઇટ બુધ, ગુરૂ અને શનિ 3 દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સ 1 ડિસેમ્બરથી મુંબઇ અને ભાવનગર ફ્લાઇટ ઓપરેટ કરશે. જે માટેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. પહેલી ડિસેમ્બરથી સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરત-મુંબઇ-સુરતની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે.

આ સાથે ભાવનગર-સુરત-ભાવનગરની પણ ઓપરેટ કરશે. આ ફ્લાઇટ બુધ, ગુરૂ અને શનિ 3 દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સે સુરત-મુંબઇ-સુરતની ફ્લાઇટનું એરફેર રૂ.3500 આસપાસ રાખ્યું છે. એ જ રીતે ભાવનગર-સુરત-ભાવનગરની ફ્લાઇટનું એરફેર રૂ. 2500 આસપાસ રાખ્યું છે. ઇન્ડિગો 6 ડિસે.થી બેંગ્લોર-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરશે. સુરત આ ફ્લાઇટ 10ઃ45 કલાકે આવશે અને 11ઃ15 કલાકે જશે. ભાડુ રૂ. 3500ની આસપાસ રહેશે.

ફ્લાઇટનું ટાઇમ શિડ્યૂલ

પ્રસ્થાનસમયઆગમનસમય
સુરત6:30મુંબઇ7:25
મુંબઇ20ઃ25સુરત21ઃ30
ભાવ.09ઃ10સુરત10ઃ00
સુરત10ઃ20ભાવ.11ઃ00
અન્ય સમાચારો પણ છે...