‘ભાવનગર શહેરમાં ફ્લાય ઓવરબ્રીજ બનશે’ વાતો અને વચનો સાંભળી ભાવેણાવાસીઓને ફ્લાયઓવર પરથી વિશ્વાસ ઉઠી જતો હતો. પરંતુ અંતે તે વાસ્તવિક્તામાં પરિણમી ભાવનગરના ધમધમતા ટ્રાફિકવાળઆ રસ્તા ભાવનગર-રાજકોટ રોડ ગૌરવપથ પર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી રૂા.115 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રીજ માત્ર મંજુર જ નહીં પરંતુ નિર્માણ કાર્ય પણ ગતિમાં છે.
ભાવનગરમાં ફ્લાય ઓવર બનાવવા શહેરના ટ્રાફિકવાળા જુદા-જુદા વિસ્તારોમાં બદલાતા વિચારોના અંતે ભાવનગર-રાજકોટ રોડ કે જ્યાં ભાવનગરનું પ્રવેશદ્વાર તો છે સાથોસાથ આ રોડ પર ઔદ્યોગિક અને કોમર્શિયલ અસંખ્ય એકમોને કારણે સતત ટ્રાફિક રહે છે. તેમજ નજીકના તાલુકાઓમાંથી રોજગારી અને હટાણુ કરવા આવતા હોવાને કારણે ટ્રાફિકનો પ્રશ્ન જટીલ બની ગયો છે.
પરંતુ નજીકના ભવિષ્યમાં જ આ ટ્રાફિકની જટીલ સમસ્યા પણ ભૂતકાળ થઈ જશે. શાસ્ત્રીનગરથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી 1580 મીટર લાંબો અને 16.50 મીટર પહોળાઈ ધરાવતો ફ્લાય ઓવરબ્રીજ રૂા.115 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે. આગામી નજીકના ભવિષ્યમાં જ ભાવનગરમાં પણ એક ફ્લાય ઓવર હશે. ફ્લાય ઓવર હોવાના ગૌરવ સાથે ખાસ તો ગઢેચી વડલાથી દેસાઈનગર અને આર.ટી.ઓ. રોડ સહિતની તોબા પોકારી દેતી ટ્રાફિક સમસ્યા જરૂરથી હળવી થશે.
ફેક્ટ ફાઈલ | 115.59કરોડ |
કુલ ખર્ચ | 1580મીટર |
કુલ લંબાઈ | 16.50મીટર |
કુલ પહોળાઈ | 70000વાહનોની |
રોજીંદી અવરજવર | 2 લાખ લોકોને થશે ફાયદો |
બ્રીજની ડિટેઈલ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.