ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ - ગુજરાત સ્ટેટ IMA) અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતો.
હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે.
દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે. દર્દીઓની સારસંભાળની સાથે યોગ - પ્રાણાયામ દ્વારા તેઓ ઝડપથી સાજા થઈ ઘરે પરત ફરે તે માટેની વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવેલ આ સેન્ટરને હાજર રહેલ દરેકે આજના સમયની માંગ ગણાવી આવા વિચાર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર શરૂ થવા જઈ રહેલ રોટરી કરુણાલયને બિરદાવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભાવનગરના સેવાકાર્ય ને એક્રેસીલ, હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, સ્ટીલકાસ્ટ, લીલાવતી કફિરચંદ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ, જીતો ભાવનગર ચેપ્ટર, પનીલા કેમ, અરુણાબેન શશીભાઈ પારેખ વિગેરે તેમજ અન્ય નામી-અનામી દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ અવસરે ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, ડોકટરો, પત્રકારો, નગરજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.