તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The First General Meeting Of The Newly Elected Members Of Bhavnagar Tomorrow Will Announce The Names Of The Office Bearers Including The Mayor

કોણ બનશે મેયર?:ભાવનગર નવા ચૂંટાયેલા સભ્યોની આવતીકાલે પ્રથમ સામાન્ય સભા, મેયર સહિતના હોદેદારોના નામની થશે જાહેરાત

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર પદ માટે વર્ષાબા પરમાર અને કિર્તીબેન દાણીધારીયાનું નામ મોખરે
  • ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ રસાકસી

રાજ્યભરની સાથો સાથ ભાવનગર મહાપાલિકાની યોજાયેલી ચુંટણીમાં ભાવનગરમાં ભાજપે 44 બેઠકો સાથે ઐતહાસિક વિજય મેળવ્યો છે. બુધવારેના રોજ ભાવનગર મહાપાલિકાની મળનારી પ્રથમ સાધારણ સભામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, સહિત પાંચ હોદ્દાઓ માટેની વરણી કરવામાં આવનાર છે.

મેયરપદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામતભાવનગરના નવા મેયર પદ માટે ભાજપના ચૂંટાયેલા મહિલા સભ્યોમાં ભારે ખેંચતાણ થઇ રહી છે. ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા મેયર થશે. જેમાં વર્ષાબા પરમાર, અને કિર્તીબેન દાણીધારીયાનું નામ પાંચ મહિલાઓની પેનલમાં મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદ માટે પણ સભ્યોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. બુધવારે સવારે 11 કલાકે મળનારી મહાપાલિકાની સાધારણ સભામાં તમામ નામો નક્કી થશે અને સસપેન્સનો અંત આવશે.

ભાવનગર મહાપાલિકાની મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તી માટે આવતીકાલે સાધારણ સભા મળનાર છે. આ વખતે ભાવનગરમાં ભાજપનો મહાપાલિકામાં ઐતહાસિક 44 બેઠકો સાથે ભવ્ય વિજય થવા પામ્યો છે. વિપક્ષોને માત્ર આઠ બેઠકો મળી છે. બુધવારે મળનારી સાધારણ સભામાં મેયર સહિતના નામો નક્કી થવાના છે, તે પૂર્વે મેયર પદ માટેના નામની ભારે ખેંચતાણ ચાલી રહી છે. મેયર પદ માટે વર્ષાબા પરમાર, કિર્તીબેન દાણીધારીયા, યોગીતાબેન પંડ્યા, ભાવનાબેન બારૈયા તથા મીનાબેન પારેખ સહીત પાંચ નામોની ભારે ચર્ચાઓ થઇ રહી છે તેમાં વર્ષાબા અને કિર્તીબેનનું નામ મોખરે ચાલી રહ્યું છે.

ડેપ્યુટી મેયર પદ માટે ખેંચતાણઆ ઉપરાંત ડેપ્યુટી મેયર માટે કુમાર શાહ, ભાવેશ મોદી, રાજુ પંડ્યા તેમજ અશોકભાઇ બારૈયાનું નામ પણ ચાલી રહ્યું છે. જ્યારે ચેરમેન પદ માટે રાજુભાઇ રાબડીયા, યુવરાજસિંહ, કુલદિપ પંડ્યા, પરેશ પંડ્યા, તથા કુમાર શાહના નામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત નેતા અને દંડકની પણ ભાજપ દ્વારા વરણી કરવામાં આવશે.

ભાજપની પ્રદેશ મોવડીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ તેમજ સ્થાનિક સંગઠનની બેઠક મળી હતી જેમાં દરેક પદ માટે ચાર-ચાર સભ્યોની પેનલ બનાવી નામો સુપરત કરવામાં આવ્યા છે. હવે પ્રદેશ દ્વારા આગામી ચૂંટણીને લઇને નામો જાહેર કરાશે. અને બુધવારની સભામાં તે નામો પર ભાજપના સભ્યો દ્વારા મંજુરીની મહોર લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...