વેક્સિનેશન ઓડિટ:ડિસેમ્બરના આરંભે કોરોનામાં ગ્રામ્યમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ જશે

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર તાલુકા - ગ્રામ્ય ક્ષેત્રે પ્રથમ ડોઝમાં 79,742 લોકો રસીમાં બાકી
  • 704 ગામ પૈકી 638માં 100 ટકા રસીકરણ
  • ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝમાં 102.64 ટકા રસીકરણ થઇ ગયુ, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 94.02 ટકા વેક્સિનેશન થયુ

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોના રસીકરણ અભિયાન આગળ ધપી રહ્યું છે. જેમાં ભાવનગર શહેરમાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં 100 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે .જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હજી સાતેક ટકા રસીકરણ પ્રથમ ડોઝમાં 100 ટકાના લક્ષ્યાંક પૂર્વે બાકી છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હવે 79,742 લોકો રસીના પ્રથમ ટોઝમાં બાકી હોય અને રોજની 10 હજાર જેવી એવરેજ હોય આ નવેમ્બર માસના અંત સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પણ 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ થઇ જશે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાના પ્રથમ ડોઝમાં કુલ લક્ષ્યાંક 13,46,824નો છે અને તેમાં 20 નવેમ્બર સુધીમાં કુલ 12,67,082 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય હવે 79,742 લોકો રસીકરણથી વંચિત છે. હવે નવેમ્બરના અંત સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 100 ટકા વેક્સિનેશન થઇ જશે તેવી આશા છે. ભાવનગર શહેરમાં તો પ્રથમ ડોઝમાં કુલ લક્ષ્યાંક 4,43,600ની સામે 4,55,324 લોકોએ રસીકરણ કરાવી લેતા 102.64 ટકા રસીકરણ થઇ ગયું છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય બીજા ડોઝમાં ભાવનગર શહેરથી થોડું પાછળ ચાલી રહ્યું છે. ભાવનગર શહેરમાં બીજા ડોઝમાં કુલ 3,05,553 લોકોએ રસીકરણ કરાવ્યું છે એટલે કે 68.88 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ 8,57,325 લોકો એટલે કે 67.78 ટકાએ બીજો ડોઝ લઇ લીધો છે.

ગ્રામ્ય કક્ષાએ 45થી વધુ વયનાનું રસીકરણ 118 %
ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 45 વર્ષથી વધુ વયના લોકોમાં કોરોના રસીકરણમાં જાગૃતિ સરાહનીય છે. તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે 45થી વધુ વયના લોકોમાં કુલ લક્ષ્યાંક 3,97,590નું છે અને તેની સામે 19 નવેમ્બર સુધીમાં 4,69,089 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ટકાવારી 118 ટકા થઇ ગઇ છે. બીજા ડોઝમાં પણ 3,53,232 લોકોએ રસી લઇ લેતા ટકાવારી 75 ટકા થઇ ગઇ છે.

જિલ્લામાં પુરૂષ-મહિલામાં રસીકરણ

21,22,202

કુલ રસીકરણ

11,43,778

પુરૂષ રસીકરણ

9,78,112

મહિલા રસીકરણ

312અન્ય

​​​​​​​​​​​​​​રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાનો એકેય પોઝિટિવ દર્દી મળ્યો નહી
ભાવનગર શહેર કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે એક પણ નવો કોરોના પોઝિટિવ દર્દી મળ્યો નથી. ગઇ કાલે કોરોના પોઝિટિવમાં બે દર્દીઓ સાજા થઇ જતા હવે સમગ્ર શહેર અને જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ દર્દી સારવારમાં હોય આ દર્દી રિકવર થઇ જતા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લો પુન: કોરોનામુક્ત થઇ જશે. હાલ ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ તો એક પણ કેસ સારવારમાં નથી.

ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એકેય નવો દર્દી નોંધાયો નથી. હવે ભાવનગર શહેરમાં કોરોનાનો એક્ટિવ દર્દી માત્ર એક રહ્યો છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 14022 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 13861 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.85 ટકા થઇ ગયો છે.

જ્યારે ભાવનગર ગ્રામ્ય-તાલુકા ક્ષેત્રે આજ સુધીમાં કોરોનાના કુલ 7446 કેસ નોંધાયા છે અને તે પૈકી 7308 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતા ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.15 ટકાએ યથાવત રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...