તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન ઓડિટ:રસીકરણની ચડતી, કોરોનાની પડતી, સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ થઈ જશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર શહેર અને તાલુકામાં 5.60 લાખ સામે 4.42 લાખને રસીનો પ્રથમ ડોઝ અપાયો

તહેવારો મોસમ પૂરબહારમાં ખિલેલી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં રસીકરણમાં પણ ખાસ કરીને 10 તાલુકાઓમાં ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લાં 3 દિવસમાં જિલ્લાના 10 તાલુકામાં રોજના 21 હજારની સરેરાશથી રસી અપાઇ છે ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર તાલુકામાં કોરોના રસીકરણના કુલ લક્ષ્યાંક 5,60,084 લોકોની સામે કુલ 4,42,004 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. એટલે કે 78 ટકાને પ્રથમ ડોઝ મળી ગયો છે.

હવે ભાવનગર શહેર અને ભાવનગર તાલુકામાં રસીના પ્રથમ ડોઝથી 1,18,860 લોકો વંચિત છે. જો આ ઝડપે રસીકરણ થશે તો આગામી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં રસીનો પ્રથમ ડોઝમાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળશે. રસીકરણની પડતી થઇ તેની સામે કોરોનાના નવા કેસમાં પડતી થઇ છે. આ માસ પૂર્ણ થવામાં છે ત્યારે આ 29 દિવસમાં કોરોનાના નવા 14 જ કેસ મળ્યા છે. એટલે કે દર બે દિવસે માત્ર એક કેસ1 નવો મળે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ માસના આરંભે કોરોના પોઝિટિવના કુલ કેસની સંખ્યા 21,427 હતી તે આજ સુધીમાં વધીને 21,441 થઇ છે.

તેની સામે કોરોના રસીકરણમાં ખાસ કરીને 10 તાલુકાઓમાં જાગૃતિ વધતા રસીકરણ વધ્યું છે. ભાવનગર શહેરની વાત કરીએ તો શહેરમાં ભાવનગર શહેર માં કુલ ટાર્ગેટ 4,54,826 નો છે જેમાંથી 78 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 34 ટકા લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. શહેરમાં હવે 99629 લોકો રસીના પહેલા ડોઝથી વંચિત છે. જ્યારે ભાવનગર તાલુકામાં કુલ લક્ષ્યાંક 1,06,038ની સામે આજ સુધીમાં કુલ 86,807 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.

આમ સમગ્ર ભાવનગર શહેર અને તાલુકા કક્ષાએ કુલ 5,60,864ના લક્ષ્યાંક સામે 4,42,004 લોકોને પહેલો ડોઝ મળી ગયો છે. હવે 1,18,860 લોકોને રસીનો પ્રથમ ડોઝ બાકી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ ભાવનગર શહેર અને તાલુકા કક્ષાએ થઇ જાય તેવી આશા છે. શહેરમાં 45થી વધુ વયના લોકોમાં 80 ટકાથી વધુ રસીકરણ થઈ ગયું છે. જેમાં કુલ 1,69,284 પૈકી 1,36,795 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.

કોરોનામાં તાલુકાવાઇઝ રસીકરણ
તાલુકોલક્ષ્યાંકપ્રથમ ડોઝટકાવારી
ભાવનગર1,06,03886,80782 ટકા
ગારિયાધાર99,36242,87843 ટકા
ઘોઘા79,59250,16363 ટકા
જેસર53,70534,67365 ટકા
મહુવા3,00,5771,72,73457 ટકા
પાલિતાણા1,57,93780,20851 ટકા
સિહોર1,67,89392,45955 ટકા
તળાજા2,32,7981,33,64657 ટકા
ઉમરાળા78,44738,99950 ટકા
વલ્લભીપુર70,47539,93757 ટકા
કુલ13,46,8247,72,50457 ટકા

શહેરમાં રસીકરણ - 454826 કુલ લક્ષ્યાંક
રસીનો પ્રથમ ડોઝ - 355197
પ્રથમ ડોઝની ટકાવારી - 78 %
બાકી પ્રથમ ડોઝ - 99,629

તાલુકામાં રસીકરણ - 106038​​​​​​​ કુલ લક્ષ્યાંક​​​​​​​
રસીનો પ્રથમ ડોઝ - 86807​​​​​​​
પ્રથમ ડોઝની ટકાવારી - 82 %​​​​​​​
બાકી પ્રથમ ડોઝ - 19231​​​​​​​

અન્ય સમાચારો પણ છે...