રસીકરણ:આ સપ્તાહે ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ જશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર શહેરમાં હવે 12478 લોકો પહેલા ડોઝથી વંચિત
  • શહેરમાં કુલ 4,43,600 લોકોના લક્ષ્યાંક પૈકી 4,31,122 લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો

ભાવનગર શહેરમાં કોરોનાનું રસીકરણ શરૂ થયું ત્યારે આ વેક્સિનેશનની સફળતા અંગે અનેક તર્ક-વિર્તક હતા પણ આખરે જનજાગૃતિ કેળવાતા ભાવનગર શહેરમાં કોરોના વેક્સિનેશનના કુલ લક્ષ્યાંક 4,43,600 પૈકી 4,31,122 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લેતા શહેરમાં પ્રથમ ડોઝ 97.19 ટકા લોકોએ લઇ લીધો છે અને હવે માત્ર 12,478 લોકો રસીના પહેલા ડોઝથી વંચિત છે. હવે રોજ 3 હજારથી વધુ લોકો રસી લઇ રહ્યાં છે એટલે કે આવતી કાલ સોમવારથી શરૂ થતા સપ્તાહમાં ભાવનગર શહેરમાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝમાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી જશે.

ભાવનગર શહેરમાં 45થી વધુ વયના લોકોમાં કુલ લક્ષ્યાંક 1,69,284નો છે અને તે પૈકી 1,57,413 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય 92.99 ટકા આધેડઅને સિનિયર સિટિઝનોએ રસી લઇ લીધો છે. હવે 8 ટકાથી પણ ઓછો લોકો બાકી છે. 1,18,971 લોકોએ તો રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો હોય તેની ટકાવારી પણ 75.58 ટકાએ આંબી ગઇ છે. જે નોંધપાત્ર ગણી શકાય. જ્યારે 18થી 44 વર્ષના યુવાનોમાં શહેરમાં કુલ લક્ષ્યાંક 2,85,542નો છે અને તે પૈકી 2,30,798 યુવા વર્ગે વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે એટલે તેની ટકાવારી 80.83 ટકા થઇ ગઇ છે.

જો કે બીજા ડોઝમાં યુવા વર્ગમાં ટકાવારી નબળી છે. કુલ 98,230 યુવાનોએ જ બોજો ડોઝ લીધો હોય તેમાં ટકાવારી માત્ર 34.40 ટકા છે. એટલે કે બીજા ડોઝમાં યુવાનોમાં રસીકરણમાં જાગૃતિ વધે તે અત્યંત આવશ્યક છે.

યુવાનોમાં બીજા ડોઝમાં ઝડપ ઓછી
ભાવનગર શહેરમાં 18થી 44 વર્ષના કુલ 2,85,542 યુવાનો નોંધાયા છે અને તે પૈકી કોરોના રસીકરણમાં બીજો ડોઝ હજી માત્ર 98,230 લોકોએ જ લીધો હોય 34.40 ટકા રસીકરણ બીજા ડોઝમાં થયું છે. કુલ લક્ષ્યાંક 2,85,542 પૈકી હજી 1,87,312 યુવાનો કોરોના રસીના બીજા ડોઝથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...