તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:શહેરમાં પ્રથમવાર મગજની ગાંઠનું ઓપરેશન સફળ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંઠ ઓપરેશન પછી ફરી ન આવે માટે રેડિયોથેરાપીનો શેક આપવો અત્યંત જરૂરી

જિલ્લામાં સૌપ્રથમવાર અને જવલ્લે જ જોવા મળતી બ્રેઇન ટયુમર નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. કોઈપણ જાતના કાપા વિના નાક નાં ભાગેથી એન્ડોસ્કોપી કરીને 17 વર્ષ નાં તરુણ માંથી આ ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. અમદાવાદ સિવિલ સિવાય આ સર્જરી ક્યાંય કરવામાં આવતી નથી. ભાવનગર માં પ્રથમવાર આ પ્રકારનું કોઈ ઓપરેશન થયું છે. આ અલગ પ્રકાર ના બ્રેઇન ટયુમર નું નામ ક્રેનીઓફેરિંજીઓમા છે.

સિહોર નાં રહેવાસી 17 વર્ષ નાં આ તરુણ ને આંખોમાં દેખાવવાની તકલીફ થવા લાગી હતી. 2 થી 3 ફૂટ દૂર ઉભેલા લોકો તો તેને ઓળખતા નહોતા અને દષ્ટિ ઘણા મહિનાઓ સુધી ધૂંધળી રહેવા પામી. બંને આંખોથી જોવામાં તકલીફ પાડવાના લીધે ઘણા બધા આંખો નાં નિષ્ણાત પાસે જઈને ઈલાજ કરવાનો પ્રયત્ન કરી જોયો. આંખો નાં નિષ્ણાત ડોકટરો પાસેથી એમ.આર.આઇ કરવાની સલાહ આપવામાં આવી અને બ્રેઇન એમ.આર.આઇ થયો. હિસ્ટોપેથોલોજી બાદ આ સુપ્રા સેલર ટયુમર ખરેખર બ્રેઇન ટયુમર હતી તેવું જાણવા મળ્યું.

આ ઓપરેશનમાં નાક વાટે એન્ડોસ્કોપી કરીને ગાંઠ બહાર કાઢવામાં આવે છે. જેમાં કાપો પડવાની જરૂર રહેતી નથી. ગાંઠનું એક નાનકડા લીંબુ જેટલું હતું અને સર્જરી એકપણ સમસ્યા વિના પૂર્ણ કરવામાં આવી હતી. ઓપરેશન કર્યા પછીના તમામ ટેસ્ટ બાદ ગાંઠ સંપૂર્ણપણે નીકળી ગઈ છે તે પણ ચેક કરવામાં આવ્યું હતું. દર્દી ની જોવાની ક્ષમતા પણ ધીરે ધીરે પાછી આવી અને હવે નોર્મલ થઈ છે.

ક્રેનીઓફેરિંજીઓમા શું છે ?
આ એક પ્રકાર ની મગજ માં થતી ગાંઠ છે. આવી ગાંઠ મોટાભાગે બાળકો માં વધુ જોવા મળતી હોય છે. પુખ્ત વયના લોકોમાં આ ગાંઠ જોવાની સંભાવના ઓછી છે. બાળકોમાં 5 થી 14 વર્ષ અને પુખ્ત વયના લોકોમાં 50 થી 74 વર્ષની વયના લોકોમાં આ ગાંઠ થવાની શકયતાઓ ખૂબ વધારે હોય છે. આ ગાંઠ કેન્સર ની હોતી નથી પણ અવારનવાર થવાની શક્યતાઓ રહે છે. ઘણા કેસમાં તે ફરીથી શરીરમાં બનતી હોય છે. ત્રણથી વધુ વાર આ ગાંઠ કાઢવાનું ઓપરેશન કર્યા બાદ દર્દી નાં બચવાની શક્યતાઓ નહિવત હોય છે.

નાક વાટે સર્જરી કરવાથી મગજ માં નુકસાન થવાની શક્યતા ઘટે
માથાના તમામ વાળ કઢાવીને , ખોપડી હટાવીને આંખોની બે નસોની વચ્ચેથી કરવામાં આવતી હતી. હવે નાકમાંથી જગ્યા કરીને એન્ડોસ્કોપી વડે સર્જરી થાય છે. સર્જરી દરમિયાન હોર્મોનલ ઇમ્બેલેન્સ, આંચકીઓ આવવી કે જોવાની શક્તિ ખરાબ થવી જેવી ઘટના બનતી હોય છે. મોટાભાગે આવી ગાંઠનો ઈલાજ ક્રેનીઓટોમી હોય છે એટલેકે ઉપરના ભાગથી ચિરો પાડીને ઓપરેશન કરવું. નીચેથી નાકવાટે સર્જરી કરવાથી આંખો અને બ્રેઇનનાં કોઈ હિસ્સા સાથે ખરાબી થવાની શકયતાઓ ઘટી જાય છે.> ડો. વિઠ્ઠલ રંગરાજન, ન્યુરો સર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો