તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે આજરોજ મણકા ની એક નવી સર્જરી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત માં આ સર્જરી સૌ પ્રથમવાર કરવામાં આવી છે. આ ઓપરેશન એક જ ટાંકો લઈને કરવામાં આવ્યું છે.જેમાં દર્દી નાં ગરદન નાં મણકાના ચિરામાંથી 2 સે.મી. નો સ્ક્રુ નાખવામાં આવ્યો હતો. ઠેર ઠેર દર્દી ને લઈને પરિવાર ફર્યા બાદ સર.ટી. ખાતે આવીને તેમનું ઓપરેશન થયું હતું. આ ઓપરેશન માં ઈ 2 નંબર નાં મણકા માટે સ્ક્રુ મૂકવામાં આવ્યો હતો.
મિત્તલ બેન રાઠોડ નામની 22 વર્ષની દર્દી ને અકસ્માત માં ઇજા થઈ હતી. એક મહિના પહેલાં રાજકોટ માં અકસ્માત દરમિયાન એક્ટિવા ઉપરથી પડી જતાં ગરદન નાં મણકામાં ઇજા થઇ હતી. આ ઇજા દરમિયાન તેમના ગરદન નો બીજો મણકો ભાંગી ગયો હતો. મિત્તલ બેન ની પ્રાથમિક સારવાર રાજકોટ સિવિલ માં થઈ હતી. ઇજા થયા પછી દર્દી ની ગરદન ની હલનચલન સાવ બંધ થઈ ગઈ હતી. દર્દી અને પરિવારજનોએ રાજકોટ અને ત્યારબાદ જામનગર સિવિલમાં બતાવ્યું હતું.
બેમાંથી એક પણ જગ્યાએ ઈલાજ શક્ય થયો નહિ. જેથી તા.8 માર્ચના રોજ દર્દી સર.ટી. હોસ્પિટલ ખાતે દાખલ થયા હતાં. તા.12 માર્ચ નાં રોજ ઓર્થોપેડીક વિભાગ નાં વડા ડો. વિનોદ ગૌતમ, પ્રાધ્યાપક ડો. નેહલ શાહ, રેસિડન્ટ ડૉ. દીક્ષિત ચૌધરી સહિત બ્રધર સ્ટાફ ચિંતન ઠક્કર અને જય જોશીએ મળીને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. દર્દી અત્યારે રાજકોટ છે અને સમયસર ચેકઅપ માટે આવતા રહે છે.
આવા પ્રકારના અત્યંત ઓપરેશન જટિલ હોય છે
અત્યાર સુધી ગુજરાતમાં કોઈપણ ડોકટર દ્વારા આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું નથી. સર્વાઇકલ ની 1500 થી વધુ સર્જરી કર્યા બાદ હવે અનુભવનાં આધારે આ ઓપરેશન ફક્ત એક ટાંકામાં કરવું શક્ય બન્યું. બાકી આવા ઓપરેશનમાં દોઢ થી 2 ઇંચનો ટાંકો મૂકીને કરવામાં આવતું હોય છે. આ ઓપરેશનને પર ક્યુટેનીયસ સ્પાઈનલ ફ્યુઝન કહેવામાં આવે છે. ખાનગી હોસ્પિટલો માં અંદાજે આ ઓપરેશનનો 2 લાખ સુધીનો ખર્ચ થાય છે. આ સર્જરી ખૂબ જટિલ એટલા માટે છે જે તે વ્યક્તિ ની નર્વસ સિસ્ટમ અને હલનચલનને સંકળાયેલ છે.> ડો.વિનોદ ગૌતમ, હેડ ઓર્થોપેડીક વિભાગ સર.ટી. હોસ્પિટલ, ભાવનગર
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.