તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં સૌપ્રથમ:ભાવનગરમાં GPS સાથે એમ્બ્યુલન્સ સજ્જ, કોરોનાને માત આપવા માટે સર.ટી. હોસ્પિટલ-108ની દર્દીને સુવિધા મળે તેવી તૈયારી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
એમ્બ્યુલન્સની તસવીર - Divya Bhaskar
એમ્બ્યુલન્સની તસવીર

સમગ્ર રાજ્યમાં કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે અન્ય જિલ્લાઓની સાપેક્ષ માં ભાવનગર જીલ્લામાં 108 અને સિવિલ હોસ્પિટલ નું ઉત્તમ સંકલન કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ કોરોનાનાં દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ ની કતારો જોવા નથી મળી રહી. ભાવનગર રાજ્યનો આ પહેલો જિલ્લો હશે કે જ્યાં આવનાર દર્દીઓને GPS ના માધ્યમ થી કોઈ મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થા ઉભી કરવામાં સફળતા મળી છે.

ગણતરીની મિનિટોમાં જ માહિતી પહોંચે છે
108 એમ્બ્યુલન્સ દ્વારા દરેક કોરોના દર્દીઓનું GPS થકી લાઈવ મોનીટરીંગ કરી, આવનાર દર્દીની માહિતી સર ટી હોસ્પિટલ ખાતે પહેલાં જ પહોચાડવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર ડૉક્ટર તેમજ ઓક્સિજન સહિત ની વ્યવસ્થા સાથે તૈયાર રહે છે જે થકી 108 એમ્બ્યુલન્સ ગણતરી ની મિનિટો માંજ વ્યવસ્થા વાળા યોગ્ય વૉર્ડ અને ડોક્ટર સુધી ઝડપી અને સરળતાથી પહોંચી જાય છે અને ત્વરિત સારવાર શરૂ કરાવવામાં આવે છે. જે અંતર્ગત કોરોના ટ્રોમા વૉર્ડ માં ઓક્સિજન સાથેના સ્ટ્રેચર તેમજ સ્ટાફ તૈયાર રહે છે અને જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ ઓક્સિજન તેમજ PPE કીટ સહિત કોરોના દર્દી ને ત્વરિત હોસ્પિટલ ખાતે પહોંચાડે છે.

દર્દીઓનું યોગ્ય લાઈન લિસ્ટિંગ હોસ્પિટલ ના ફરજ પર ના ડોક્ટરને આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં આવ્યા બાદ કોઈ સારવારની રાહ જોવી પડી રહી નથી અને 108 એમ્બ્યુલસોની કતાર પણ નજરે ચડતી નથી અને કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા પેહલા કે હોસ્પિટલ સારવાર માં કોઈ મુશ્કેલી કે અડચણ નો સામનો કરવો પડતો નથી.

તંત્ર દિવસ રાત દર્દીઓની સારવાર કરી રહ્યુ છે
કોરોનાની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર અને તમામ ડોકટરો દિવસ રાત એક કરીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે.> ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિકક્ષક, સર ટી હોસ્પિટલ

એમ્બ્યુલન્સ ની કતાર ન થાય તેવી વ્યવસ્થા
હોસ્પિટલ પર આવેલ તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેમજ લાંબા સમય સુધી 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલ ની અંદર કતાર માં ના રહે તેવી સુઢળ વ્યવસ્થા કરવામાં આવી છે. > હાર્દિક ગાઠાણી, હોસ્પિટલ એડમીનિસ્ટ્રેટર, સર ટી હોસ્પિટલ ભાવનગર

જિલ્લાની તમામ એમ્બ્યુલન્સ સેવા માટે કટિબદ્ધ
જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ દર્દીઓને સેવા આપવા માટે તત્પર અને કટિબદ્ધ છે. અમે અમારા તરફથી કોઈ દરદીને તકલીફ ન પડે તેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. > ચેતન ગાધે, પ્રોગ્રામ મેનેજર 108 સેવા, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો