તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સળવળાટ:નવા બંદરની ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના ભાવનગર નવા બંદર ખાતે ત્રણ વર્ષ અગાઉ બીછાવવામાં આવેલી ફાયર ફાઇટિંગ સીસ્ટમ કાર્યરત થાય તે પૂર્વે જ જર્જરીત થઇ અને નામશેષ થઇ જતા તેના પ્રગાઢ પડઘા વડી કચેરીમાં પડ્યા છે, અને આ કિસ્સામાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર સહિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેતો આપવામાં આવી રહ્યા છે.

ભાવનગર બંદર પર મુખ્યત્વે કોલસાના કાર્ગોની આવક રહે છે, અને તે અત્યંત્ય જ્વલનશિલ હોય છે. ભાવનગર પોર્ટમાં ફાયર ફાયટિંય સીસ્ટમ બિછાવવા માટે રૂપિયા 1.15 કરોડનું ટેન્ડર સુરતની સુપર ઇન્ડીયા પ્રા. લિ.,નું મંજૂર કરવામાં આવ્યુ હતુ.

સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ભાવનગર નવા બંદર ખાતે ફાયર ફાઇટિંગની પાઇપ લાઇન અને સાધનો લાદવામાં આવ્યા હોવાનું જર્જરીત કામગીરી કરી અને કાગળ ઉપર ચીતરવામાં આવ્યુ હતુ અને અધિકારીઓના મેળાપીપણા સાથે ટેન્ડર પૈકીનું મોટાભાગનું પેમેન્ટ પણ ઘરભેગુ કરી દેવામાં આવ્યુ હતુ. આ ફાયર સીસ્ટમ હજુ તો બીછાવવામાં જ આવી અને કાર્યરત પણ થઇ ન હતી ત્યાં તૂટી અને મોટાભાગના સાધનો ગાયબ થઇ ગયા હતા.

થોડા સમય અગાઉ જીએમબીની વડી કચેરી દ્વારા સ્થળ ચકાસણી પણ કરવામાં આવી હતી અને સમગ્ર બાબતનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. એક સમયે જીએમબીના સીઇઓ-વીસી પણ ભાવનગર બંદરની મુલાકાત દરમિયાન ફાયર સીસ્ટમથી નારાજ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...