તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:સિહોર GIDC માં આવેલ ઓઈલ મીલમાં આગ, બે કલાકે આગ પર કાબૂ મેળવાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીલમાં રહેલા વિવિધ ઉપકરણો સળગી જતાં નુકસાન

ભાવનગરના સિહોર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ઓઈલ મીલમાં કોઈ અકળ કારણોસર આગ ફાટી નીકળી હતી જેને સિહોર ફાયરબ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર માં આવેલ જીઆઇડીસી નં-4 માં એ.કે ઓઈલ મીલ આવેલી છે આ ઓઈલ મીલના બોઈલર વિભાગમાં આજે વહેલી સવારે કોઈ આકસ્મિક કારણોસર આગ લાગતાં થોડી વાર માટે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો, જેમાં આ અંગે સિહોર ફાયરફાઈટરને જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ મીલમાં રહેલા વિવિધ ઉપકરણો સળગી જતાં નુકસાન થયું હતું આ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...