એક્સક્લુઝિવ ફોટો સ્ટોરી:સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો દરબારી કોઠાર, પથ્થરથી બનાવાયેલા આ હેરિટેઝ બિલ્ડિંગમાં લોખંડની જાળીયુક્ત સીડી છે.

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરબારી કોઠારનું બાંધકામ ઇ.સ.1882ના વર્ષમાં રાજ્યના ઇજનેર રિચર્ડ પ્રોક્ટર સિમ્સના માર્ગદર્શન થયું હતુ. આ કોઠારમાં ભોંયતીયે રાજ્ય અનાજના સંગ્રહ માટે 24 ભંડકીયા અને ઉપરના માળે રેકર્ડ રૂમ હતા. આ રાજ્ય કોઠાર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પથ્થરથી બનાવાયેલા આ હેરિટેઝ બિલ્ડિંગમાં લોખંડની જાળીયુક્ત સીડી છે.

તેની વિશિષ્ટતા એ છે કે 3 માળની સીડી લોખંડના એંગલ પર ગોઠવાયેલી છે તો બીજી પ્રથમ માળ સુધીની રાઉન્ડેબલ સીડી છે. ઉપરના મજલા સુધી અનાજ ચડાવવા માટે ક્રેઇન છે અને કાચના 30 વેન્ટીલેશન અને કાચના 4 રાઉન્ડેબલ વેન્ટીલેશન છે જેનાથી હવા ઉજાસ અને સલામતી રહે છે. દફતર સાચવવા વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવ્યું છે.

બે ફાયર પ્રૂફ તીજોરી છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં જે શિવાલયો અાવેલા છે તેના ગુંબજોની ડિઝાઇનમાં પણ મુસ્લિમ બાંધકામનો પ્રભાવ જોવા મળે છે. જે કદાચ હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું પ્રતિક છે. આ શિવાલયોના ઘુમ્મટ નાગરા શૈલીના છે જો કે તોરણ જો કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે. તેમજ ધ્વજાદંડ અને અન્ય વાસ્તુ કલા મુજબ સ્થપાયેલા હોય છે.

શિવભક્ત રાજવીઅોએ બંધાવ્યા શિવાલયો
ભાવનગરના ગોહિલવંશના રાજવી " શિવભક્ત હતા. આથી ભાવેણામાં જૂના પૌરાણિક ઘણા શિવમંદીરો છે. જેમાં જશોનાથ મહાદેવ મંદિર, ભાવનાથ મહાદેવ મંદિર, તખ્તેશ્વર મહાદેવ ત્રણ મંદિર ઉલ્લેખનીય છે. આ શિવાલયો સંપૂર્ણ વાસ્તૃશાસ્ત્ર પ્રમાણે બનાવાયેલા છે. 55 ફૂટની ઉંચાઇના નાગરા અને કાલીગ પ્રકારના ગુંબજો છે. આ શિવાલયોના બાંધકામની ડિઝાઇન પર ઇસ્લામિક શૈલીનો પ્રભાવ જોવા મળે છે.