તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The Final Video Of The Ajmeri Family Of Vartej, Bhavnagar, Returning From A Wedding Party, Unloaded In A Moving Vehicle, Turned The Atmosphere Of Laughter Into Happiness.

અકસ્માતના મૃતકોનો અંતિમ વીડિયો:લગ્નની મોજ માણીને પરત ફરી રહેલા ભાવનગરના અજમેરી પરિવારનો ચાલુ ગાડીએ ઉતારેલો અંતિમ વીડિયો, હસી-ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

આણંદ3 મહિનો પહેલાલેખક: મહેશ ડાભી
અકસ્માતનો ભોગ બનેલા અજમેરી પરિવારનો છેલ્લો વીડિયો.
  • તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં મોત

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં અજમેરી પરિવારના 8 સભ્ય સહિત 9 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો જલગાંવમાં લગ્નપ્રસંગ પતાવીને ભાવનગરના વરતેજ ગામે તરફ જઈ રહ્યા હતા. દિવ્ય ભાસ્કર પાસે મૃતકો પરિવારો ઇકો ગાડીમાં મોજ-મસ્તી સાથે પરત ફરી રહ્યા હતા. એ સમયે ડ્રાઈવર સીરાજભાઈએ ઉતારેલો અંતિમ વીડિયો માત્ર દિવ્ય ભાસ્કર પાસે આવ્યો છે, જેમાં અજમેરી પરિવાર લગ્નપ્રસંગની મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો. એમાં વરતેજ હવે નજીક જ હોવાનો એક અહેસાસ થતો હતો અને એવામાં જ તારાપુરના ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો હતો.

વરતેજના અજમેરી પરિવારને વહેલી સવારે અકસ્માત નડ્યો
સુરતથી ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે.

બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત
પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાંના અહેવાલ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...