વોયેજ એક્સપ્રેસ અટવાયું:ઘોઘાથી સવારે 9 વાગે ઉપડેલું ફેરી શિપ હજીરા 6.30 કલાકે પહોંચ્યુ !

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષની સૌથી મોટી ઓટમાં જહાજ ઘોઘા સામે ગ્રાઉન્ડ થઇ ગયું
  • 88 મુસાફરો, 50 વાહનો સાથે વોયેજ એક્સપ્રેસ 3 કલાક અટવાયુ

ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં ઉમેરવામાં આવેલું નવું જહાજ શુક્રવારે વર્ષની સૌથી મોટી દરિયાઇ ઓટમાં ફસાયુ હતુ અને 6.30 કલાકે ઘોઘાથી હજીરા પહોંચ્યુ હતુ.વર્ષની સૌથી મોટી દરિયાઇ ઓટ શુક્રવારે હતી, અને ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં સામેલ કરવામાં આવેલું નવું જહાજ વોયેજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 કલાકે 88 મુસાફરો અને 50 વાહનો સાથે લોડ કરવામાં આવ્યુ હતુ. હજુ તો જહાજ ચેનલમાં પ્રવેશ્યુ, ત્યાં તેને સૌથી મોટી દરિયાઇ ઓટનો સામનો કરવો પડ્યો હતો.

જહાજમાં વાતાનુકુલિત સીસ્ટમ ચાલુ હતી
ઘોઘાના દરિયામાં ભરતી આવવાની રાહ જોવી પડી હતી, અને 3.30 કલાક ચેનલમાં પડ્યુ રહ્યા બાદ પર્યાપ્ત ડ્રાફ્ટ ઉપલબ્ધ થયો હતો, અને વોયેજ એક્સપ્રેજ જહાજને રેલ ટેન ટગ દ્વારા ચેનલમાંથી પસાર કરાવવામાં આવ્યું હતુ.​​​​​​​ ઘોઘાથી નિર્ધારીત 9 વાગ્યાના સમયે ઉપડનારૂ જહાજ અડચણને કારણે હજીરા ખાતે બપોરે 3.30 કલાકે પહોંચ્યુ હતુ. જો કે જહાજમાં વાતાનુકુલિત સીસ્ટમ ચાલુ હતી, અને ફોટા, વીડિયો ખેંચવામાં અને ગેમિંગ ઝોનમાં મુસાફરોએ સમય પસાર કર્યો હતો.

DPA ચેનલમાં ડ્રેજીંગ માટે કાર્યવાહી કરશે
ઘોઘા ખાતે ટર્નિંગ સર્કલની અંદર, ચેનલમાં લો-ટાઇડમાં જહાજનું પરિવહન મુશ્કેલ બને છે. ચેનલમાં પાણીની ઊંડાઇ 5.4 મીટર છે, જ્યારે નવા જહાજને ન્યૂનતમ 6 મીટરના પાણીની આવશ્યક્તા રહે છે. તેથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આગામી દિવસોમાં ઘોઘા ખાતે મોટાપાયે ડ્રેજીંગ કરી અને ચેનલમાં 7 મીટરનો ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...