મહેમાનગતિ:હેરોનરી અને હેરિયર કુળના પંખીડાઓ શહેરમાં આવી પહોંચ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભારવાડા-નારી રોડ પર યાયાવર પક્ષીઓ આવી પહોંચ્યા
  • યુરોપમાંથી કડકડતી કાતિલ ઠંડીથી બચવા વિદેશી પક્ષીઓ હિમાલય ઓળંગી ભાવનગર સુધી આવી શિયાળો આખો મહેમાનગતી માણે છે

ભાવનગર શહેરને કુદરતે નૈસર્ગિ‌ક સંપત્તિ છૂટથી આપી હોય દર વર્ષે ડિસેમ્બરમાં છેક યુરોપથી 'હેરોનરી’ અને 'હેરિયર’ કુળના પંખીઓ આવીને ગોહિ‌લવાડની મહેમાનગતિ માણે છે. સમૂહમાં રહેતા હેરિયર કુળના પક્ષીઓ મુખ્યત્વે ત્રણ જાતિના હોય છે જેમાં પેઈલ હેરિયર, મોન્ટેગ્યુ હેરિયર અને માર્શ હેરિયરનો અને હેરોનરી કુળમાં પેન્ટેડ સ્ટ્રોકનો સમાવેશ થાય છે.

આ પંખીડાની સંખ્યા આ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં જો મળી રહી છે. આ વર્ષે શહેરમાં ખાસ કરીને કુંભારવાડા અને નારી રોડ, એરપોર્ટ રોડ, રવેચી ધામ સહિતના વિસ્તારોમાં જ્યાં નાના જળાશયો હોય તેની આસપાસ પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. યુરોપમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય હેરોનરી કૂળના આ પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારત અને છેક ભાવનગર સુધી આવી પહોંચે છે.

ભાવનગર શહેરમાં પીલગાર્ડન, મહિ‌લા બાગ, ટાઉન હોલ, જશોનાથ, જિલ્લા પંચાયત સંકુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જેવા શહેરના મધ્ય વિસ્તારમાં આ વર્ષે પેન્ટેડ સ્ટ્રોકની વસાહતો જોવા મળે છે. ભાવનગર શહેરમાં આ વસાહતો ગીચ ટ્રાફિકવાળા વિસ્તારમાં આવેલી મોટામાં મોટી વસાહત છે. જેને માટે ખોરાકનો સ્ત્રોત ગંગાજળીયા તળાવ છે. હજુ પણ ઘણા પક્ષીઓ માળા બાંધવાની પેરવી કરી રહ્યાં છે. તો વચેટ બંગલો, ર્કોમોરેટના સફેદ કાંકણના માળા પણ જોવા મળે છે.

પંખીઓ પાસે કુદરતી હોકા યંત્ર
છેક યુરોપથી દર વર્ષે ભાવનગરમાં ચોક્કસ સ્થળે યાયાવર પંખીઓ ક્યા પથદર્શકના આધારે આવતા હશે તો પ્રશ્ન સૌ કોઈને ઉદ્દભવે તે સ્વાભાવિક છે આ અંગે એક થિયરી મુજબ આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છેતેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે.

બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખી"ની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે. આ કુદરતી બક્ષીસને લીધે જ આકીર્ટીક ટર્ન નામે ઓળખાતું નાજુક પંખી સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરવા સક્ષમ હોય છે. ઉનાળાના આરંભે આ પંખીડા સમૂહમાં પોતાના વતન ભણી જાય છે અને તેમાં પણ મેગ્નેટિક કંપાસ મદદરૂપ થાય છે.

અન્ય સમાચારો પણ છે...