ક્રાઈમ:પિતાની કેન્સરની સારવારમાં થયેલુ દેવુ ચુકવવા ચેકની ચોરી કરી હતી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિવૃત્ત શિક્ષક સાથે 11.94 લાખની છેતરપિંડી આચરી હતી
  • ભાદેવાની શેરીમાં પાડોશમાં રહેતા વૃદ્ધના ચેકથી પોતાના ખાતામાં પૈસા જમા કરી દેવુ ચુકવ્યુ હતુ

ભાદેવાની શેરીમાં નિવૃત્ત શિક્ષકના ઘરમાં રહેલા બેંકના કોરા ચેકો ચોરી ખોટી સહી કરી પોતાની રીતે અલગ-અલગ ચેકમાં કુલ રૂ. 11.94 લાખની છેતરપિંડી આરચનારો શખ્સના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે. પોલીસ પુછપરછમાં તેણે કબુલાત આપી હતી કે, તેના પિતાને કેન્સર હતુ અને તેની સારવારમાં દેવું થઈ જતાં તેણે આ પગલું ભર્યું હતું.

શહેરની ભાદેવાની શેરી શુક્લની ડેલીમાં એકલા રહેતા નિવૃત્ત શિક્ષક કાંતીભાઈ કાનજીભાઈ શેઠ/કંસારા(ઉ.વ.90)ને તેની બાજુમાં રહેતા સચીન બાલકૃષ્ણ મુંજપરાએ તેમના ઘરે રહેલા SBIના 3, નાગરિક બેંકનો 1 અને પોસ્ટ ઓફિસનો 1 એમ કુલ મળી 5 કોરા ચેક ચોરી તે ચેકથી પોતાના ખાતામાં રૂ. 11,94,800 જમા કરી દઈ છેતરપિંડીં આચરી હતી.

જે અંગે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સચીનને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જેમાં તેણે આવું શા માટે કર્યું તે અંગે કબુલાત આપતા જણાવ્યું હતું કે, તેના પિતાને કેન્સરની બિમારી હતી અને આજથી પાંચ વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું.

તેમની કેન્સરની બિમારીની સારવાર કરાવવામાં તેની માથે દેવું થઈ ગયું હતું અને તે દેવું ચુકવવા તેણે આવું પગલું ભર્યું હતું. રિમાન્ડમાં સચીનની કબુલાત બાદ આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સચીનને એક ત્રણ વર્ષનો ધ્રુવ નામનો દિકરો પણ છે.

અન્ય સમાચારો પણ છે...