જાહેરાત:આજે ભાવનગરના ધો.10ના 43,112 પરીક્ષાર્થીનું ભાવિ ખુલશે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર થશે
  • આજે સવારે​​​​​​​ 8 ​​​​​​​કલાકે ધો.10નું પરિણામ જાહેર કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ તા.6 જૂનને સોમવારે સવારે 8 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જાહેર કરાશે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ધો.10માં કુલ 43,112 અને રાજ્યના કુલ 9,64,529 પરીક્ષાર્થીઓનું પરિણામ ઓનલાઇન જાહેર કરાશે.

આવતીકાલે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાહેર કરવામાં આવશે. શાળાઓમાંથી પરિણામ પત્રકના વિતરણ માટેની તારીખ હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કોરોના શાંત થયા બાદ ધો.10ની માર્ચ, 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવતી કાલ સોમવારે સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ધો.10ના ઉમેદવારોના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

2020માં જિલ્લાનું ધો.10નું પરિણામ 56.17 %
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ગત વર્ષે તો માસ પ્રમોશન અપાયેલું પણ તેની પૂર્વે બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું સમગ્ર બોર્ડનું 60.64 ટકા પરિણામ આવ્યું છે. તો ભાવનગર જિલ્લાનું પરિણામ 56.17 ટકા આવ્યું હતુ. 2020માં ભાવનગર જિલ્લામાં 33,469 રેગ્યુલર વિદ્યાર્થીઓ ધો.10ની બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા. જેમાં 33,040 ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લામાં 18,560 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા જ્યારે 14,480 વિદ્યાર્થીઓને તેમના પરિણામને સુધારવાની જરૂર છે એટલે કે નાપાસ થયા હતા.

ગત વર્ષે કોરોનાને લીધે માસ પ્રમોશન અપાયેલું
ગત વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા આપેલા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. આથી રેગ્યુલર વિદ્યાર્થીઓ કે જેઓએ પરીક્ષા આપેલી તે તમામને પાસ કરી દેવાયા હતા. જો કે ગ્રેડ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...