આજે જનતાનો ફેંસલો:જિલ્લામાં 244 ગ્રામ પંચાયતોના 4142 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદારો કોને જીતાડે છેે- કોને હરાવે છે તેની ખબર
  • યોજાયેલી ચૂંટણીમાં 68.38 ટકા જેટલુ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયુ હતું

ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોની ચૂંટણી ગઇકાલે રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયા બાદ 4142 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા છે હવે આવતીકાલ એટલે મંગળવારે મતગણતરી બાદ આ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ગઇકાલે યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લામાં એકંદરે 68.56 ટકા મતદાન થયું હતું જેમાં સૌથી વધુ વલભીપુર તાલુકામાં 79.38 ટકા અને સૌથી ઓછુ ઘોઘા તાલુકામાં 55.14 ટકા મતદાન થયું હતું.

ભાવનગર જિલ્લામાં ગઇકાલ રવિવારે ગ્રામ પંચાયતની સામાન્ય,પેટા,મધ્યસત્ર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 244 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી.જેમાં 244 સામાન્ય ગ્રામ પંચાયત,19 ગામોમાં પેટા,અને 3 ગામમાં મધ્યસત્ર ચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.આ ચૂંટણીમાં કુલ 3,49,844 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં 1,90,164 પુરૂષ મતદાર અને 1,59,680 સ્ત્રી મતદારોનો સમાવેશ થયા છે.

જિલ્લામાં કુલ 4142 ઉમેદવાર ચુંટણી લડી રહયાં છે જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4044 ઉમેદવારો મેદાનમાં છે જેમાં સરપંચ પદના 585 અને વોર્ડ સભ્યપદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે.પેટા ચૂંટણીમાં 51 ઉમેદવાર ચૂંટણી લડી રહયાં છે જેમાં સરપંચ પદના 45 અને વોર્ડ સભ્ય પદના 6 ઉમેદવારનો સમાવેશ થયા છે જયારે મધ્યસત્ર ચૂંટણીમાં 47 ઉમેદવાર વચ્ચે જંગ છે જેમાં પણ સરપંચ પદના 7 અને વોર્ડ સભ્યપદના 40 ઉમેદવારોનો સમાવેશ થાય છે.ગ્રામ પંચાયત ચૂંટણી માટે 734 મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા હતા.આમ હાલમાં તો આ બધા ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થયું છે ત્યારે આજે મંગળવારે મતદારો કોને જિતાડે છે અને કોને હરાવે છે તે ખબર પડી જશે.

વલભીપુર તાલુકો મતદાનની ટકાવારીમાં મોખરે
વલભીપુર તાલુકાની 3 ગ્રામ પંચાયતોની સરપંચ તેમજ વોર્ડ સભ્ય માટેની ચુંટણીમાં મતદાન થયા બાદ આજરોજ આ ત્રણેય પંચાયતોની મતગણરી મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવશે. કંથારીયા,કાનપર અને નવાગામ(ગા) પંચાયતોના સરપંચ તેમજ વોર્ડ સભ્ય માટેની મતગણતરી સવારના 8-30 કલાકથી મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવશે. આ ત્રણેય પંચાયતોમાં મતદાન સારી એવું ઉંચું 79.38 ટકા થયેલ હોય જેને લઇ કોણ બનશે સરપંચ અંગે ભારે સસ્પેશન મતદારોમાં ઉભુ થયું છે.

કંથારીયા અને કાનપર ગામે એકજ જ્ઞાતીના બન્ને ઉમેદવારો વચ્ચે ટક્કર છે. જયારે નવાગામ(ગા) ખાતે ત્રણેય ઉમેદવારો અલગ અલગ જ્ઞાતીના હોય તેવામાં ત્રણેય ગામોમાં મતદાન ધીંગુ થયું હોય મતગણતરી સ્થળે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પુરતા પગલા લેવામાં આવ્યા છે.તાલુકાના કુલ-8 ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણી અને 1 પંચાયતની મધ્યસત્ર ચુંટણી હતી. તે પૈકી 6 ગ્રામ પંચાયતોના સરપંચો સમરસ જાહેર થયા છે.

વિજય સરઘસ ન કાઢવા પોલીસની અપિલ
આવતીકાલ તા.21ને મંગળવારે ગ્રામ પંચાયતની ચુંટણીનું પરીણામ જાહેર થવાનું હોય લોકો દ્વારા ચુંટી કાઢેલા ઉમેદવારોના વિજય સરઘસ કાઢવામાં આવતા હોય છે પરંતું કોરોના જેવી વૈશ્વિક મહામારી હજુ પણ સક્રિય હોય તેમજ એમિક્રોન વાયરસ પણ ઝડપથી ફેલાઇ રહ્યો હોય વિજય સરઘસમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થવુ શક્ય ન હોય કોરોના તેમજ એમિક્રોન વાયરસ ફેલાવાની સંભાવના નકારી શકાય નહી તેમજ ચુંટાયેલ અને પરાજીત થયેલ ઉમેદવારોના સમર્થકો વચ્ચે વૈમનસ્ય ફેલાવાની તથા ઘર્ષણ થવાની સંભાવના હોય જાહેર જનતાની સલામતી માટે તેમજ લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે વિજય સરઘસ ન કાઢવા અને વધારે માણસો એકઠા ન થવા શાંતીપૂર્વક લોકશાહીના પર્વની સાચી ઉજવણી કરવા ભાવનગર પોલીસ દ્વારા નાગરિકો તેમજ ઉમેદવારોને અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...