ક્રાઇમ:પરિવાર લૌકિક કામે સુરત ગયો તસ્કરો દાગીના-રોકડ ઉઠાવી ગયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજીત 10 થી 15 તોલા સોનાના ઘરેણાની ચોરીની આશંકા

શહેરના વિજયરાજનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને સાડીનો વ્યવસાય કરતા વેપારી લૌકિક કામે રવિવારે પરિવાર સાથે સુરત ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમા પ્રવેશી કબાટમા રહેલા રોકડ રુપીયા તથા સોનાના દાગીનાની તસ્કરી કરી અજાણ્યા શખ્સો નાસી ગયાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને તપાસ હાથ ધરી હતી. એફ.એસ.એલ.ની ટીમે પણ જરૂરી નમુનાઓ અને ફીંગર પ્રીન્ટ લીધા હતા. કેટલી મતાની ચોરી થઇ છે. તે મકાનાવાળા સુરતથી આવે પછી ખુલવા પામશે.

બનાવની મળતી વિગતો મુજબશહેરના વિજયરાજનગર ખાતે આવેલા પ્લોટ નંબર 576/એ મા ભાડાના મકાનમા રહેતા મુળ ટાટમ ગામના લાખાણી રણછોડભાઇ દેવજીભાઇના પત્નિ કૈલાસબેનના કૌટુંબીક ભાઇ જે સુરતમા રહેછે. તેમનુ અવસાન થતા ગઇકાલે રવીવારે તેઓ પરિવાર સાથે લૌકિક કામે પોતાનુ મકાન બંધ કરી સુરત ગયા હતા. દરમ્યાન સોમવારે બપોર પછીના સમયે આસપાસના લોકોને તેમનું મકાન ખુલ્લુ દેખાતા અને અંદર નજર કરતા ઘરનો તમામ સર સામાન વેર વિખેર પડયો હતો. જેથી પાડીશોએ રણછોડભાઇને જાણ કરતા તેઓ પરિવાર સાથે ભાવનગર આવવા માટે નીકળી ગયા છે.

બનાવને જાણ થતા એ.ડીવીઝન પોલીસ કાફલો ઉપરાંત એ.એસ.પી.શફીન હસન કાફલા સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા. અને તસ્કરી અંગે સઘન તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે એફ.એસ.એલ.ની ટીમને જાણ કરાતા તેઓએ જરુરી ફીંગર પ્રીન્ટો લીધા હતા.ચોરી અંગેની રકમનો ચોકકસ આ઼કડો મકાનવાળા આવે પછી ખબર પી શકે. હાલ પોલીસે આ બાબતમા કશુ જણાવેલ નથી. જો કે સુત્રોમા઼થી મળતી વિગતો મુજબ તસ્કરો અંદાજીત 10 થી 15 તોલ ા વજનના સોનાના દાગીના અને 8000 જેવી રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હોવાનુ જાણવા મળેલ છે.ફરીયાદી આવ્યા પછી ચોરીનો સાચોફીગર જાણી શકાશે તેમ પોલીસ દ્વારા જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...