તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસ આરોપીને પકડવા જતા પરિવારે આડા પડી આરોપીને ભગાડી મુક્યો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
 • આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટાફને ઘેરી લઇ ફરજમાં રૂકાવટ કરાઇ

શહેરમાં ડી ડીવીઝન પોલીસ સ્ટાફ દારૂના ગુન્હાના આરોપીને તેના ઘરે ધરપકડ કરવા ગઇ ત્યારે આરોપીના પરિવાર દ્વારા પોલીસ સ્ટાફને ઘેરી લઇ આરોપીને પાછળના રસ્તેથી ભગાડી દઇ પોલીસની ફરજમાં કરી ખોટી ફરિયાદની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે ડી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એમ.ડી.મકવાણા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન અગાઉ દારૂના 3 ગુન્હાનો આરોપી મનહરસિંહ ઉર્ફે વાવ વજુભા ગોહિલની અટક કરવાની બાકી હોય અને તે તેના ઘરે હાજર હોય તેવી બાતમી મળતા તેઓ આરોપીના ઘરે ધરપકડ કરવા ગયેલ ત્યારે આરોપીના માતા-પિતા, બહેન-બનેવી તથા તેના ભાઇ હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતો, કૃષ્ણસિંહ તથા અન્ય બે અજાણ્યા ઇસમોએ પોલીસ સ્ટાફને ઘેરી લઇ આરોપી મનહરસિંહને ઘરના પાછળના રસ્તેથી ભગાડી દઇ આરોપીના પરિવારે પોલીસને કહેલ કે હવે મનહરસિંહને પકડવા ઘરે આવવુ નહિ નહિતર પોલીસ સામે છેડતી તેમજ સ્ત્રી વિરૂદ્ધના ગુન્હાઓમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો