સોમનાથથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને હાજીપરના પાટિયા પાસે ટેન્કરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર મહિલાનું મોત થયું હતું. જ્યારે બે બાળકો સહિત ત્રણને ઈજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રહેતા અને ભરતનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરદીપભાઈ હીફાભાઈ મકવાણાનો પરિવાર સોમનાથ દર્શન કરી ભાવનગર પરત ફરી રહ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે હાજીપરના પાટિયા પાસે સામેથી આવી રહેલા ટેન્કર નં. જીજે-06-બીટી-6755ના ચાલકે તેમની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
જેમાં ભદ્રાબેન હરદીપભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું જ્યારે હરદીપભાઈ તથા તેમના બે પુત્રોને નાની મોટી ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે મીઠાભાઈ ભલાભાઈ ભાલીયાએ તળાજા પોલીસ મથકમાં ટેન્કર નં. જીજે-06-બીટી-6755ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.