જુનાગઢ મેળામાંથી પરત ફરી રહેલા બોટાદ જિલ્લાના એક પરિવારના 14 સભ્યોને ગઢાળા પાસે અકસ્માત નડતા પરિવારના બે નાના બાળકો સહિત કુલ 14 લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગઢડા તાલુકાના હોળાયા ગામે રહેતા એક પરિવારના કુલ 14 સભ્યો પીકઅપ બોલેરો વાહનમાં જુનાગઢ ભવનાથના મેળામાંથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ગત મોડી રાત્રીન 1 થી 1.30ના અરસામાં ભડલી-ગઢડા વચ્ચે ગઢાળા ગામ પાસે સામેથી આવી રહેલો જીજે-05-બીટી-5666 નંબરના વાહને સામેથી ટક્કર મારતા ધવલ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.9)ને પેટમાં તથા શીવા રાજુભાઈ રાઠોડ (ઉ.વ.5)ને ઈજા પહોંચી છે. એ સિવાય પરિવારના કુલ 14 સભ્યોના નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં 7 સભ્યોની હાલ સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.